BREAKING NEWS

ગિરનાર પર્વત પર બાળકને સિંહ જંગલમાં ખેંચી ગયો: મૃતદેહના અવશેષો મળ્યા

  • July 11, 2026 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનાર પર્વત પર બાળકને સિંહ જંગલમાં ખેંચી ગયો: મૃતદેહના અવશેષો મળ્યા


ગિરનાર પર્વત પર ખેડા પંથકનો પરિવાર સાથે સીડી ચડતી વખતે ૫૦ પગથિયે પહોંચ્યો ત્યાં ખૂંખાર સિંહે બાળક પર તરાપ મારી પરિવારની નજર સામે જ મોંમાં દબોચી જંગલમાં લઈ ગયો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગ દ્રારા જંગલ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી ત્યાં ૧૨ વર્ષીય તણના અવશેષ મળી આવતા અરેરાટી ફેલાઈ છે. ઘટના બાદ અન્ય યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈ  વન વિભાગ દ્રારા સીડી પર કડક પેટ્રોલિંગ અને બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેમજ નરભક્ષી સિંહને પાંજરામાં પુરવા તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈ ગિરનાર પર અવરજવર પર પ્રતિબધં લગાવાયો છે.
ગિરનાર જંગલ વિસ્તારમાં આમ તો ૨૫થી વધુ સિંહનો વસવાટ છે. જોકે ગિરનાર સીડી પર ચડતી વખતે ખૂંખાર સિંહે યાત્રાળુ પર હત્પમલો કર્યાની ઘટના સૌપ્રથમ વાર નોંધાતા અરેરાટી ફેલાઈ છે. પ્રા વિગત મુજબખેડા જિલ્લ ાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનારની યાત્રાએ આવ્યો હતો. વહેલી સવારે યારે પરિવાર ગિરનારના પગથિયાં ચડી રહ્યો હતો ત્યારે આ ભયાનક ઘટના ઘટી હતી. બાળકના કૌટુંબિક કાકા અનિલકુમારસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, પરિવાર ગિરનારના મુખ્ય ગેટથી અંદર આશરે ૫૦ પગથિયાં ઉપર જ પહોંચ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી ૧૨ વર્ષના ભત્રીજા મયુરસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને મારા હાથમાંથી જ ખેંચીને ગણતરીની સેકન્ડોમાં જંગલ તરફ ભાગી ગયો હતો.ચીસાચીસ અને ભારે દોડધામ બાદ જંગલમાં શોધખોળ કરતા બાળકના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે. આ ઘટનાબાદ સુરક્ષાના ભાગરૂપે ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર તદ્દન બધં કરી દેવામાં આવી છે.
યાત્રાધામ ગિરનાર પર્વત પર યાત્રાળુ પર સિંહને કરેલા હત્પમલાની જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક જંગલ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. વન વિભાગની ટીમે જંગલ વિસ્તારમાં બાળકની શોધખોળ હાથ ધરી હતી. જોકે જંગલમાંથી બાળકના માનવ અવશેષ જ મળતા અરેરાટી ફેલાઈ હતી. ગિરનાર પર્વત પર દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે. જોકે પગથીયા પર અવારનવાર સિંહોના આટા ફેરા રહે છે પરંતુ આ વખતે સિંહે યાત્રાળુ પર હત્પમલો કર્યાના બનાવથી વન વિભાગની ટીમમાં પણ દોડધામ થઈ છે. તો બીજી તરફ વન અને પોલીસ તંત્રની ટીમ દ્રારા ગિરનાર પર્વત પર સદન સુરક્ષા વ્યવસ્થા હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ પરિવારજનોની નજર સમક્ષ જ ખૂંખાર સિંહે બાળક પર તરાપ મારી દબોચી જંગલમાં લઈ શિકાર બનાવવાની ઘટનાના કારણે અરેરાટી ફેલાઈ છે. વન વિભાગ દ્રારા ગિરનારની સીડીના વિવિધ પોઇન્ટ પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તો બીજી તરફ લોહી ચાખેલા નરભક્ષી સિંહને ઝડપવા વિવિધ વિસ્તારોમાં તપાસ અને પાંજરા મૂકી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. તથા સાવચેતીના ભાગપે વન વિભાગ દ્રારા ગિરનાર પર્વત પર યાત્રિકોની અવરજવર બધં કરવામાં આવી છે. અને યાત્રાળુઓને જટાશંકર નજીકની સીડી પરથી અવર–જવર કરવા તાકીદ કરવામાં આવી છે.કણ ઘટના બાદ મૃતક બાળકના પરિવારે વહીવટી તત્રં સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે. પરિવારની માંગ છે કે, ગિરનારની સીડીઓ પર લાઈટની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. અંધારાના કારણે વન્યજીવ બેઠો હોય તો પણ યાત્રિકોને ખ્યાલ આવતો નથી, જેથી અહીં તાત્કાલિક લાઈટની સગવડ કરવામાં આવે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ગિરનારના પગથિયાં પર અમુક અમુક અંતરે ફોરેસ્ટ ઓફિસરો તહેનાત કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. તે ઘટના બાદ વન વિભાગ દ્રારા ગિરનાર સીડી તથા આસપાસના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હાલ તો બાળકના માનવ અવશેષો બાદ હોસ્પિટલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતા ભવનાથ પીએસઆઇ  હત્પંબલ સહિતની ટીમ દ્રારા પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News