પ્રયાગરાજ મહાકુંભથી સોશિયલ મીડિયા પર રાતોરાત હેડલાઇન્સમાં આવેલી પૂર્વ મોડલ હર્ષા રિછારિયા આજે સંન્યાસી બની ચૂકી છે. ગ્લેમર અને એન્કરિંગની ઝળહળતી દુનિયાને અલવિદા કહીને તેમણે આધ્યાત્મિકતાનો માર્ગ કેમ પસંદ કર્યો, તે અંગે તેમણે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલીને વાત કરી છે. તેમણે પોતાના ભૂતકાળના સંબંધો અને જીવનના સૌથી મુશ્કેલ સમયની સત્ય હકીકતો રજૂ કરી છે.
જ્યારે સંબંધ તૂટ્યો અને શરૂ થયો આઘાતનો દોર
હર્ષાએ સ્વીકાર્યું કે સામાન્ય માણસની જેમ તેમના જીવનમાં પણ ક્યારેક પ્રેમ આવ્યો હતો. પરંતુ સમય જતાં તે સંબંધો ટકી શક્યા નહીં.
માનસિક અને આર્થિક ફટકો:- સંબંધ તૂટ્યા પછી હર્ષાના જીવનમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો હતો. એક તરફ આર્થિક નુકસાન (Financial Loss) અને બીજી તરફ અંગત સંબંધો તૂટવાનો આઘાત હતો.
બીમારીનો સામનો:- આ ભારે તણાવના કારણે તેઓ ગંભીર માઈગ્રેન એટેકનો શિકાર બન્યા હતા.
શાંતિની શોધમાં પહાડો તરફ પ્રયાણ
જ્યારે ચારેય તરફથી નિરાશા મળી, ત્યારે હર્ષા બધું જ છોડીને પહાડો આશ્રયે ચાલી ગઈ હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે સંબંધ તૂટતાની સાથે જ તેમણે સંન્યાસ નહોતો લીધો. પહાડોના એકાંતે તેમને જીવનનું આકરૂં સત્ય સમજાવ્યું. તેમને અહેસાસ થયો કે આ સંસારમાં કોઈ કોઈનું કાયમી હોતું નથી, અને માણસે પોતાના આંતરિક કલ્યાણ માટે જ જીવવું જોઈએ
'પચાસ મિત્રોમાંથી માત્ર એક-બે જ બચે છે'
જીવનના સંબંધોની વ્યાખ્યા આપતા સાધ્વી હર્ષાએ જણાવ્યું કે, "જ્યારે સારો સમય હોય છે ત્યારે આપણી આસપાસ પચાસ મિત્રો હોય છે. પરંતુ મુશ્કેલ સમય આવે ત્યારે માત્ર એક કે બે સાચા મિત્રો જ પડખે ઉભા રહે છે." આ અનુભવોએ તેમના મનમાં વૈરાગ્યની ભાવના વધુ દ્રઢ કરી.
લગ્ન અંગે સાધ્વી હર્ષાના વિચારો
મહાકુંભના અન્ય પ્રખ્યાત સંતો લગ્નગ્રંથિથી જોડાઈ ચૂક્યા છે, ત્યારે હર્ષાના લગ્ન અંગે પણ સવાલો ઉઠ્યા હતા. આ બાબતે તેમણે સનાતન પરંપરાનો ઉલ્લેખ કરતા કહ્યું
પ્રાચીન પરંપરા:- ત્રેતા અને દ્વાપર યુગના મહાન સંતો પણ ગૃહસ્થ જીવન જીવતા હતા અને ધર્મને આગળ વધારવા માટે પરિવાર વસાવતા હતા.
તેમનો અભિપ્રાય:- માત્ર દુનિયાને બતાવવા ખાતર જ પરિવારનો ત્યાગ ન કરવો જોઈએ. તેના કરતાં એક યોગ્ય અને સદ્ગુણી જીવનસાથીની પસંદગી કરીને જીવનમાં આગળ વધવું વધુ યોગ્ય છે.