રાજકોટની બિલ્ડર લોબી માટે કહેવાય નહીં ને સહેવાય ય નહીં તેમજ ઉલમાંથી ચૂલમાં પડા જેવો ઘાટ લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવાના હત્પકમથી સર્જાયો છે. ટીઆરપી ગેમઝોન અિકાંડ બાદ લાવર બેડનો મામલો સામે આવ્યો હતો ત્યારથી લઇને હાલ સુધી દોઢ વર્ષના અસહ્ય વિલબં બાદ મહાપાલિકાની ચૂંટણી નજીક છે તેવા સમયે આ ગૂંચ ઉકેલાઇ તો છે પરંતુ સાત શરતોને આધિન તેમજ આકરો દડં વસૂલીને લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવાના હત્પકમથી બિલ્ડર લોબીની પરેશાની વધી છે. વેંચેલી પ્રોપર્ટી બદલ ભરવાપાત્ર થનારી રકમ હવે ખરીદનાર પાસેથી વસુલી શકાય તેમ ન હોય બિલ્ડરના નફામાં ગાબડું પડું છે અને આર્થિક નુકસાની સહન કરવાનો સમય આવ્યો છે. લાવર બેડની ઉકેલાયેલી ગૂંચએ હવે અનેક નવી વ્યવસાયિક ગૂંચવણની હારમાળા સર્જી છે. અલબત્ત આ નિર્ણયથી થનારી આવકથી મહાપાલિકા અને ડાની તિજોરી છલકાશે તે નિશ્ચિત છે. વિશેષમાં લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા અંગે શહેરી વિકાસ વિભાગએ કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી, રાજકોટ એન્જીનિયર્સ એસોસિએશન વિગેરે દ્રારા રાજકોટ મહાનગરપાલિકા સહિતના રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં આવતા બિલ્ડીંગ પ્રોજેકટસમાં લાવર બેડ, બાલ્કની વિગેરે પ્રકારના આર્કિટેકચરલ પ્રોજેકશન્સ બાબતેના પ્રશ્નોના નિરાકરણ બાબતે કરવામાં આવેલ રજુઆતો અન્વયે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્રારા દરખાસ્ત કરવામાં આવી હતી જેના અનુસંધાને પુખ્ત વિચારણાને અંતે જાહેર હિતમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ–૧૯૭૬ ની કલમ–૧૨૨ હેઠળ હત્પકમથી નિર્ધારિત કરાયેલી રકમ વસુલી રેગ્યુલરાઇઝ કરવામાં આવશે. પરીપત્રિત હત્પકમમાં એમ પણ ઉમેયુ છે કે, રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની હદ વિસ્તારમાં તા.૧.૧.૨૦૨૪ પહેલાં રહેણાંક, વાણીજય તેમજ મીક્ષ પ્રકારના હેતુ માટે બાંધકામની વિકાસ પરવાનગી મેળવેલ હોય તેમજ રેરામાં પ્રોજેકટ રજિસ્ટર્ડ તથા સ્થળે બાંધકામ શ કરવામાં આવેલ હોય તેવા પ્રકરણોએ મહત્તમ ૦.૬૦ મીટર સુધીની પહોળાઇના પ્રોજેકશનના કરેલ બાંધકામને વપરાશી વિસ્તાર (હેબિટેબલ એરીયા) સાથે ભેળવી દેવામાં આવેલ હોય તે ક્ષેત્રફળને એફ.એસ.આઇ.માં ગણી રસ્તા મુજબ મળવાપાત્ર મહત્તમ ઉંચાઈની મર્યાદામાં સાત શરતોને આધિન બાંધકામની રિવાઇડ વિકાસ પરવાનગીબાંધકામની વપરાશ પરવાનગી આપવાની રહેશે