BREAKING NEWS

વિદેશ જવા ઇચ્છુકો માટે વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશનનો પ્રારંભ

  • April 06, 2026 09:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ : વિદેશમાં અભ્યાસ, નોકરી અથવા સ્થાયી થવાની ઇચ્છા ધરાવતા લોકો માટે સુવિધા રૂપે વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશનનું પ્રારંભ કરવામાં આવ્યું છે. શીતલ પાર્ક પાસે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા ૭૦૯, ધ સ્પાયર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાના ઉદ્દેશ્યો અને સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સંસ્થા હેતલબેન રાવલ અને મીનલ બા સોલંકીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં વિદેશ જવા ઇચ્છુકો માટે યોગ્ય માર્ગદર્શન અને પારદર્શક પ્રક્રિયા ખૂબ જ જરૂરી બની છે, અને આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.સંસ્થામાં યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો માટે રેસિડેન્ટ વિઝાની સેવા ઉપલબ્ધ છે. સાથે સાથે વર્ક પરમિટ, વિદ્યાર્થી વિઝા અને નિષ્ણાત કાઉન્સેલિંગ જેવી સેવાઓ પણ આપવામાં આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે આઇઇએલટીએસ, ટોફેલ અને સીઇએલપીઆઇપી જેવી આંતરરાષ્ટ્રીય લેવલની પરીક્ષાઓ માટે તાલીમની વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News