BREAKING NEWS

ભારતીય મહિલા ટીમ વિશ્વ વિજેતા બનતા જામનગરમાં મોડીરાત્રે ધમાકેદાર ઉજવણી

  • November 03, 2025 05:54 PM 

નવી મુંબઈમાં ગઈકાલે આઈ.સી.સી. મહિલા વર્લ્ડ કપ ના ફાઇનલ મુકાબલામાં આફ્રિકાની મહિલા ટીમને જબરી શિકસ્ત આપીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમેં શાનદાર જીત મેળવીને વિશ્ર્વ વિજેતાનો ખિતાબ હાંસલ કર્યો હતો, જે ભવ્ય જીતની ઉજવણી જામનગરમાં કરવામાં આવી હતી, સાથોસાથ વુમન પાવર પણ જોવા મળ્યો હતો.


જામનગરના હવાઈચોક વિસ્તારના શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના મહિલા કોર્પોરેટરો, અન્ય મહિલા કાર્યકરો ઉપરાંત સ્થાનિક વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટર મનીષ કનખરા તથા અન્ય સ્થાનિક અગ્રણીઓ, ક્રિકેટ પ્રેમીઓ વગેરે રાત્રીના સમયે એકત્ર થયા હતા, અને ભારતની મહિલા ક્રિકેટ ટિમ ચેમ્પિયન બની, તેની જીતના જશ્નને મનાવવા માટે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, સાથોસાથ ઢોલ-નગારાના તાલે તેમજ તિરંગો ઝંડો ફરકાવીને રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી, અને ભારતની મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

​​​​​​​ભારતીય મહિલા ક્રિકેટ ટીમેં જ્યારે ગઈકાલે દેવ દિવાળીના તહેવારના દિવસે જ સમગ્ર ભારતવાસીઓને દેવ દિવાળીની વિશેષ ભેટ આપી હોવાથી નગરમાં ભવ્ય આતશબાજી પણ જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application