જેતપુરમાં એલપીજીના રિફિલિંગ ઉપર રેડ, વીડિયાગ્રાફી બાદ ચૂપકિદી ટોક ઓફ ધ ટાઉન
જેતપુરમાં એલપીજીના રિફિલિંગ ઉપર રેડ, વીડિયાગ્રાફી બાદ ચૂપકિદી ટોક ઓફ ધ ટાઉન
April 14, 2026 03:13 PM
જેતપુરમાં એક ગેસ એજન્સીના ગોડાઉનમાં સિલિન્ડરનું રિફિલિંગ થઈ રહ્યું હોવાની બાતમી મળતા પુરવઠાના નાયબ મામલતદારે છાપો માર્યેા હોવાની ચર્ચા અંગે નાયબ મામલતદારે પોતે કયાંય તપાસમાં ગયા જ ન હોવાનું જણાવતા રેડ અંગે પ્રશ્નો ઉભા થયા હતાં. આ અંગે એસડીએમ કે કલેકટર તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ખાડી યુદ્ધને કારણે રાંધણ ગેસના બાટલાઓની ખેંચ ચાલી રહી છે, બાટલા નોંધાવવામાં પણ નિયમો બદલ્યા સિંગલ કનેકશનનો બાટલો આવી ગયા બાદ ૨૫ દિવસે નોંધાવી શકો છો, આવા નિયમોને કારણે અને આ આવી પડેલ આફતને ઘણા ગેસ એજન્સી સંચાલકોએ અવસર સમજી બાટલાના કાળા બજાર કરી રોકડી કરી રહ્યા છે. જેતપુરમાં થોડા દિવસ પેલા જ એસઓજીએ એક કારખાનામાં રેડ કરી ૯૩ બાટલાઓ ઝડપી ગેસ એજન્સીને સિઝ કરી હતી. પોલીસની આવી કડક કામગીરી છતાં હજુ પણ ગેસ એજન્સીઓમાં રિફિલિંગ ચાલી જ રહ્યું છે. આવું જ એક એક ગેસ એજન્સીમાં રિફિલિંગ ચાલી રહ્યું હોવાની પુરવઠાના નાયબ મામલતદાર જયદીપ ડાંગરને મળતા તેઓએ એજન્સીએ છાપો માર્યેા અને મોબાઈલમાં તમામ કૌભાંડ રેકોર્ડ કરી લીધું હોવાની ચર્ચાએ શહેરભરમાં ચર્ચાઈ રહી હતી. જેથી આ અંગે નાયબ મામલતદાર જયદીપ ડાંગરને પૂછતાં તેઓએ જણાવેલ કે હત્પં કયાંય ગયો જ નથી એટલે રેડ પાડવાનો સવાલ જ નથી આપની પાસે હત્પં ત્યાં ગયો તે પુરાવા હોય તો આપો. નાયબ મામલતદારના જવાબથી ગેસ રિફિલિંગની રેડ ઉપર પ્રશ્ન સર્જાયા છે, જેથી આ અંગે એસડીએમ અથવા તો કલેકટર તપાસ કરે અને ગેસ એજન્સીએ આવી ચર્ચા બાદ ગોડાઉને લાગેલ સીસીટીવી કેમેરા કેમ કાઢી નાખ્યા જેવી બાબતે તપાસ આગળ વધારે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય