BREAKING NEWS

જૂનાગઢ મનપા દ્રારા પાંચ સ્થળોએ એલઈડી સ્ક્રીન

  • February 12, 2026 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમ અને અંતિમ દિવસે રવેડી અને શાહી સ્નાન શહેરીજનો નિહાળી શકે તે માટે શહેરમાં પાંચ સ્થળોએ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે.
ભવનાથ તળેટીમાં ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારભં થયો છે. ભરડાવાવથી વાહનોના પ્રવેશ પ્રતિબધં લગાવાયો હોવાથી લોકોને પગપાળા જવું પડી રહ્યું છે.જેથી લાઈવ કાર્યક્રમ નિહાળવા ચાલીને જવા લોકો વિમાસણમાં પડા છે. તો બીજી તરફ શહેરીજનો તળેટીમાં યોજાનાર કાર્યક્રમ નિહાળી શકે તે માટે મહાનગરપાલિકા તત્રં દ્રારા મજેવડી દરવાજા,બસ સ્ટેન્ડ રોડ, કાળવા ચોક, સરદાર બાગ ઝાંસીની રાણીના સર્કલ ખાતે ૮ ફટ ઐંચી એલઈડી સ્ક્રીન અને સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવી છે. જેમાં લોકોને રવિવાર સુધી તળેટી વિસ્તારમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ, ભજન સંધ્યા ઉપરાંત ભવનાથ  વિવિધ પોઇન્ટ પરના કાર્યક્રમ, શણગાર નિહાળવા મળશે.આ ઉપરાંત ભવનાથ મંદિરની સાંધ્ય આરતી, અને મહાશિવરાત્રીની રાત્રે દિગંબર સાધુઓની રવેડી અને શાહી સ્નાન સહિતના કાર્યક્રમો નીહાળી શકશે.મુખ્ય માર્ગ પર સ્ક્રીન લગાવવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application