રાજકોટ શહેરમાં યુનિ. રોડ પર ફોચ્ર્યુનર કારમાં મોંઘાદાટ સ્કોચ દાની બોટલો સાથે કોડીનારની CC .૧.૪૮ લાખનો દા સહિત .૧૧.૪૮ લાખનો મુદામાલ યુનિવર્સિટી પોલીસે કબજે કર્યેા હતો. દરોડા દરમિયાન નાસી છૂટેલા મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગત મુજબ, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ ચિંતન દવેની રાહબરીમાં પીએસઆઇ વી.જી.ડોડીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વિરદેવસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, કોન્સ્ટેબલ પ્રાદિત્યસિંહ ઝાલા, મૈસુરભાઈ કુંભાવાડીયાને શહેરના યુનિ. રોડ પર આવેલ કેરેલાપાર્ક શેરી નં.–૨ ખુલ્લી જગ્યામા એક ફોચ્ર્યુનર કાર હોય જેમા ત્રણ શખ્સો બેઠેલ હોય અને તેમાં ઈંગ્લીશ દા ભરેલ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડયો હતો.
પોલીસે કારમાં ડ્રાઇવીંગ શીટ પર બેસેલ શખસનું નામ પુછતા પોતાનું નામ વિનોદ ઉર્ફે વિશાલ ગોવિંદ ચાવડા (ઉ.વ.૩૧, રહે. કોડીનાર, સત્યમ સોસાયટી વિનો સોડાની બાજુમા) અને બાજુમા બેસેલ શખ્સે પોતાનું નામ પાર્થ રમેશ વાંજા (ઉ.વ.૧૯, રહે.છારા ગામ, કોડીનાર) હોવાનું જણાવેલ હતું. પોલીસે કારમાં તપાસ કરતાં ડેકીમાથી મોંઘી સ્કોચની દાની ૪૮ બોટલ .૧,૪૮,૩૨૦ નો જથ્થો પકડી પાડી બંને શખ્સોની ધરપકડ કરી દા, ફોચ્ર્યુનર કાર મળી કુલ .૧૧.૪૮ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે, દા ભરેલ કાર કુલદિપ કરશન વાઢેળ (રહે.કોડીનાર બસ સ્ટેશન પાસે) ની હોવાની અને તેઓ બંને છૂટકમાં દા વેંચાણ કરતાં હોવાની કબૂલાત આપતાં પોલીસે નાસી છુટેલ મુખ્ય સૂત્રધાર કુલદીપની શોધખોળ હાથ ધરી છે....