મેંદરડામાં સરકારી દવાખાના પાછળ રહેતા અને હોટલ સંચાલકના ઘરમાં ૩.૧૭ લાખની કિંમતનું સોનાનું કડુ ચોરી થયા અંગે મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ઐંડાણપૂર્વકની તપાસ કરતા ચોરીમાં જૂનાગઢના ઢાલ રોડ પર રહેતા યુવકની સંડોવણી ખુલી હતી. ઈલેકટ્રીક કામ કરવા ગયેલા યુવકે ચોરી કર્યા અંગે કબુલાત કરી હતી. યુવકના કબજા માંથી ચોરી થયેલ મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ વિગત મુજબ મેંદરડામાં રહેતા અને હોટલ ચલાવતા પરાગ જેઠાલાલ ચંદે તેના પત્ની સાથે આઉટસ્ટેટમાં ફરવા ગયા હતા. ત્યારબાદ ઘરે આવતા કબાટમાંથી સોનાનું કડુ ચોરી થયા અંગે માલુમ પડું હતું. જેથી મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ઐંડાણપૂર્વકની તપાસ કરતા જૂનાગઢના ઢાલ રોડ પર રહેતા હત્પસેન યુસુફ વખારીયાએ સોનાના કડાની ચોરી કર્યાની જાણ થતા પોલીસે યુવકની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. અને હત્પસેન ઈલેકટ્રીક કામ કરવા પરાગભાઈના ઘરે ગયો હતો તે સમયે ચોરી કર્યા અંગે કબુલાત કરી હતી. મેંદરડા પોલીસે યુવક પાસેથી ચોરી કરેલ સોનાનું કડુ કબજે કયુ હતું. તેમજ અગાઉ કોઈ મકાનમાં આ પ્રકારે ચોરી કરી છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે