BREAKING NEWS

એઈમ્સ હોસ્પિટલના નર્સિંગ ઓફિસરના ફ્લેટમાંથી છ લાખના દાગીનાની ચોરી

  • February 03, 2026 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની એઇમ્સ હોસ્પિટલમાં નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મૂળ મહારાષ્ટ્રના અને હાલ રત્નમ સ્કાય સિટી જામનગર રોડ પર ભાડાના ફ્લેટમાં રહેતા ક્લાસ 2 મહિલા અધિકારીના ફ્લેટમાં તાળા તૂટ્યા વગર કબાટ ની તિજોરીમાં રાખેલા 6 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થયા અંગેની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ડી સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ ના જામનગર રોડ પર આવેલ રત્નમ સ્કાય સીટી માં ભાડાના ફ્લેટમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના વાગોલી ગામના વતની

ચંદ્રકુમારી મહેશ સોલંકી ઉવ.૩૩ વાળા યુનિવર્સિટી પોલીસ મથકમાં માં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ રહે.સી-૧૧૦૨ રત્નમ સ્કાય સીટી જામનગર રોડ ચંદુભાઇ પરમારના ફ્લેટમાં ભાડેથી છેલ્લા ત્રણેક વર્ષ થી એકલી રહેછે અને એઈમ્સ હોસ્પીટલમાં નસીંગ ઓફીસર ક્લાસ 2 અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે

ગઇ તા.૨૭/૦૧/૨૦૨૬ ના રોજ સવારના ૦૬/૪૦ વાગ્યે ફરિયાદી ઘરેથી નોકરી પર ગયેલ હતા અને નોકરી પુર્ણ કરી બપોરના બે વાગ્યે પરત આવેલ અને મેઇન દરવાજાનો લોક ખોલી અંદર બેડ રૂમમાં બે કબાટ હોય જેમાં એક કબાટ માંથી બીજા લોક મારેલ કબાટ ની ચાવી લઈ કબાટ ખોલેલ અને કબાટ ના લોકર માં જોયુ તો કબાટમાં રાખેલ એક સોનાનું મંગલસુત્ર જેનો આશરે વજન ૪ તોલા તથા એક સોનાનો ચેન જેનો આશરે વજન ૧ તોલા નો તથા ત્રણ વીંટી આશરે ૧ તોલાની મળી કુલ સોનાના ઘરેણા આશરે ૬ તોલા જોવામાં આવેલ નહીં.

જેથી બન્ને કબાટમાં તેમજ ઘરમાં બધી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ઘરેણા જોવામાં આવેલ નહી બાદમા આ અંગે ફરિયાદીએ પતિ જે પુના ખાતે રહેતા હોય તેઓને આ ચોરી બાબતે વાત કરેલ હતી.

ચોરી થયેલ ઘરેણા ગઈ તા. ૨૬/૦૧/૨૦૨૬ ના સાંજના પાંચેક વાગ્યે કબાટમા હતા તે ફરિયાદી એ જોયા હતા અને બાદમા તા. ૨૭/૦૧/૨૦૨૬ ના બપોરના બે વાગ્યે જોવામા આવેલ નહિં. જે પુના રહેતા પતિ ને જાણ કરતા તેઓ રાજકોટ રૂબરૂ આવેલ બાદ ડોક્ટર પતિ સાથે બંન્ને ચોરી થયેલ દાગીના બાબતે ફરીયાદ કરવા યુનિવર્સિટી પોલીસ મથકમાં ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી.

જેમાં સોનાનું મંગલસુત્ર ૪ તોલા જેની આશરે કિં.રૂ.૪,લાખ સોનાનો ચેન૧ તોલા જેની આશરે કિં.રૂ.૧,લાખ ૩ સોનાની વીંટી મળી કુલ ૬,લાખની ચોરી થયાનું જણાવતા યુનિવર્સિટી પોલીસ મથકના ડી સ્ટાફ પીએસઆઇ વીજી ડોડીયા અને ટીમે તપાસનો દોર આગળ વધાર્યો છે.


સહકર્મી મહિલા નર્સિંગ અધિકારી ફ્લેટ આવતી હોય આશંકા દર્શાવી

રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં ક્લાસ ટુ અધિકારી તરીકે ફરજ બજાવતા નર્સિંગ ઓફિસરે પોતાના ફ્લેટમાં તાળા તૂટ્યા વગર કબાટમાં તિજોરીમાં રાખેલ 6 લાખના સોનાના દાગીના ચોરી થયા અંગે પોલીસે પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા ફરિયાદી ચંદ્રકુમારી ફ્લેટમાં એકલા રહેતા હોય સાથે ફરજ બજાવતા અન્ય એક મહિલા નર્સિંગ ઓફિસર તેના ફ્લેટ અવારનવાર આવતા હોય જેથી તેની સામે શંકા વ્યક્ત કરી હતી જેથી તે દિશામાં તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application