જામજોધપુર તાલુકાના સતાપર નજીક આજે યુટીલીટી પલ્ટી મારી જતાં અંદર સવાર ૧૦થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી, જે તમામને વધુ સારવાર માટે જામજોધપુરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, ઇજાગ્રસ્તોમાં મહીલાઓનો પણ સમાવેશ છે.
આજે સવારે વાંસજાળીયાના દલીત પરીવાર શ્રીમંત પ્રસંગે જતો હતો, તે વેળાએ સતાપર અને ખાગસરી વચ્ચે યુટીલીટી પલ્ટી મારી જતાં મહીલાઓ સહિત કુલ ૧૦થી વધુ વ્યકિત ઇજાગ્રસ્ત પામી હતી, સદનસીબે જાનહાની ટળી હતી, અકસ્માત થતાં આજુબાજુના વાડીમાં કામ કરતા લોકો મદદ અર્થે દોડી આવ્યા હતાં અને તાત્કાલીક ૧૦૮ મારફત વધુ સારવાર અર્થે જામજોધપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માત વેળાએ સ્થાનિક ડોકટર જાદવ તાત્કાલીક અકસ્માત સ્થળે પહોંચી ગયા હતાં અને ઇજાગ્રસ્તોને તેમના દ્વારા પાટાપીંડી કરવામાં આવી હતી.
વાંસજાળીયાનો દલીત પરીવાર શ્રીમંતના પ્રસંગે વ્હેલી સવારે વાંસજાળીયાથી નિકળ્યો હતો, સતાપર થઇને ખાગસરી પહોંચતા રસ્તામાં યુટીલીટી એકાએક પલ્ટી મારી જતાં યુટીલીટીમાં મહીલાઓ સહીત ૧૦થી વધુ લોકો સવાર હતાં, તેઓ ઇજાગ્રસ્ત થતાં આજુબાજુના વાડીમાં કામ કરતા મજુરો દોડી આવ્યા હતાં અને તાત્કાલીક ૧૦૮ને બોલાવવામાં આવી હતી.
સતાપરના સ્થાનિક ડોકટર જાદવને મેસેજ મળતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત જામજોધપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતાં. સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.