BREAKING NEWS

જામનગર : બચુનગરમાં આલીશાન ફાર્મહાઉસ પર જામ્યુકોનું બુલડોઝર

  • November 25, 2025 06:11 PM 

જામનગર શહેરમાં નદીના કાંઠાના વિસ્તારોમાં અગાઉ દબાણો ઉપર બુલડોઝર ફેરવાયું હતું જેમાં શહેરમાં બચુનગરમાં આજે સવારે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની, નાયબ કમિશ્નર મુકેશ વરણવા સહિતના અધિકારીઓએ એક ફાર્મહાઉસની તપાસ કરતા તેમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતાં અને એક લકઝરીયસ ટાઇપ ધાર્મિક સ્થળ અગાઉ તોડાયું હતું ત્યાં ફરી લોબાન અને ધુપ દીવા થયા હતાં, એટલે આજે મ્યુ.કમિશ્નરે કડક આદેશ આપીને આ જગ્યા ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું હતું.

​​​​​​​

આ સમયે મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, આગામી દિવસોમાં પણ હજુ કેટલાક રાજકીય મોટા માથાઓના થઇ ગયેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર જામ્યુકોનું બુલડોઝર ફરી વળશે અને આ અંગે કોર્પોરેશનના અધિકારીઓ ચુપકીદીથી પ્લાન બનાવી રહ્યા છે, જ‚ર પડયે પોલીસનો બંદોબસ્ત ગોઠવીને આ પાડતોડની કામગીરી કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application