રાજકોટના કાલાવડ રોડ રઘુવીર પાર્ક-૨ મોટામવા ખાતે રહેતા આશિષભાઇ વૈષ્ણવ (ઉ.વ.૨૨) દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે જામનગરના મિતેશભાઇ કિશોરભાઇ ભટ્ટ અને તપાસમાં ખુલે તેનુ નામ આપ્યું છે.
આશિષે ફરીયાદમાં જણાવ્યુ છે કે તે તેના પત્ની અંકિતા, ભાઇ સુનિલ બહેન હેતલ અને માતા અલ્પાબેન સાથે રહે છે તેના મમ્મીના પંદર વર્ષ પહેલા પિતા સાથે છુટાછેડા થઇ ગયા છે, પોતે માધાપર ચોકડી ખાતે બ્લુડાર્ટ કુરીયર કંપનીમાં ડિલીવરી બોય તરીકે નોકરી કરે છે છેલ્લા પાંચ વર્ષથી તેને અંકિતા સાથે રિલેશનશીપ હોય બંને તા. ૧૫-૧-૨૬ના રોજ નાગપુર ગ્રામપંચાયત તા. કાલાવડ ખાતે રજીસ્ટર મેરેજ કર્યા છે લગ્ન બાદ સાતેક દિવસ પોતે પત્ની અંકિતાને લઇને સાપુતારા જતો રહયો હતો બાદમા પત્નીને લઇને રાજકોટ પરત આવી ગયો હતો.
અગાઉ પોતે તા. ૨૦-૧૨ના રોજ અંકિતાને ઘરે જામનગર તેના પિતા મિતેશભાઇ કિશશોરભાઇ ભટ્ટને મળવા પણ ગયો હતો અને અંકિતા સાથેના તેના પ્રેમસબંધની વાત કરી પણ તેણીના પિતા માન્યા નહોતા અને ગાળો ભંાડવા લાગ્યા હતા એ પછી તે અવાર નવાર તેને ફોન કરી તેની બહેન હેતલને ઘરેથી ઉપાડી અપહરણ કરી જવાની ધમકી આપતો હતો અને અંકિતાનો ફોન પણ તેણે લઇ લીધો હતો બાદ પોતે અંકિતાને જામનગર જઇ લઇ આવ્યો અને નાગપુરમાં રજીસ્ટર મેરેજ કરી લીધા હતા, જેનો ખાર રાખી સસરા મિતેશભાઇ ઘરે આવી પરિવારને મારી નાખવાની ધમકી આપતા હતા.
યુુવકની માતા અને ભાઇને ફોન કરી વારંવાર ધમકી આપી હતી કે અંકીતાને પાછી જામનગર મોકલી દો નહીતર આશિષને મારી નાખશુ અને તેની બહેનનું અપહરણ કરી જઇશુની ધમકી દેતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.