BREAKING NEWS

વિવિધ બે કેસોમાં વિમા કંપનીને જામનગર કોર્ટની ફટકાર

  • November 19, 2025 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડો. રૂપેનભાઈ દોઢીઆ કે જે જામનગરમાં રહે છે. તેઓએ ધી નેશનલ ઇન્સ્યુરન્સ કંપની લી. પાસેથી પોતાની તથા પરીવારની મેડીકલેઇમ પોલીસી મેળવેલ, અને ત્યારબાદ તેમની પુત્રીની ડોકટર સાહેબની સલાહ મુજબ ફરીયાદી પુત્રીને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ અને બેરીયાટ્રિક સર્જરી ઓપરેશન કરવામાં આવેલ અને તે અંગેની જાણ સામાવાળાને કરેલ. ઓપરેશન થઇ ગયા બાદ કલેઈમ ફોર્મ સાથે ઓપરેશન તથા સારવારના તમામ પેપર્સ સામાવાળા પાસે રજુ કરી આપેલ. કલેઈમ નોંધાવ્યા બાદ ફરીયાદીનો કલેઈમ પોલીસીની ટર્મ્સ -- કંડીશન મુજબની સારવારમાં આવતો ન હોય. તેવા ખોટા કારણો આપી રદ કરેલ, અને રકમ ન ચુકવવાના બહાનાઓ કરી અને કલેઈમ રદ કરવામાં આવેલ જે રકમ ચુકવવાનો સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવેલ. જેનાથી નારાજ થઇ ડો. રૂપેનભાઈ દ્વારા ધી નેશનલ ઇન્સ્યુરન્સ કંપની લી. વિરુદ્ધ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન જામનગર ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવેલ. જે ફરીયાદ ચાલી જતાં તેમના વકીલ મારફત વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને પુરાવાઓ રજુ કરવામાં આવેલ. જે પુરાવો ધ્યાને લઇ તથા દલીલો ધ્યાને લઇ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન. જામનગરના પ્રમુખ પી.સી.રાવલ તથા સભ્ય જયશ્રીબેન મકવાણા દ્વારા ફરીયાદીની ફરીયાદ મંજુર કરી ફરીયાદીની કલેઈમની રકમ  ૧.૪૫,૦૦૦ , ૬% લેખે વ્યાજ સહિત તથા રકમ યોગ્ય સમયમાં ન ચુકવે તો ૯% વ્યાજ ચુકવી આપવા સામાવાળા ધી નેશનલ ઇન્સ્યુરન્સ કંપની સામે હુકમ કરવામાં આવેલ છે.


પંકજભાઈ નાંઢા કે જેઓ જામનગરમાં રહે છે. તેઓએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇન્સ્યુરન્સ કંપની પાસેથી મેડીકલેઇમ પોલીસી મેળવેલ ફરીયાદીના પુત્ર બાઈક ઉપરથી સ્લીપ થતાં સારવાર માટે સારદા હોસ્પીટલ જામનગર ખાતે  દાખલ રહેલ અને સારવાર કરાવવામાં આવેલ જે સારવાર માટે ૧,૨૫,૫૫૦ નો ખર્ચ થયેલ. હોસ્પીટલમાં કરવામાં આવેલ સારવારના તમામ બિલો સામાવાળાને કલેઈમ ફોર્મ સાથે પુરા પાડવામાં આવેલ. કલેઈમ ફોર્મ આપ્યા બાદ સામાવાળા દ્વારા કોઈપણ જાતના કારણ વગર ૬૦,૫૫૦ કાપી ૫૪,૦૦૦ ડાયરેક્ટ ફરીયાદીના એકાઉન્ટમાં જમા કરી આપેલ જેમાં ૬૦,૫૫૦ ખોટી રીતે કાપેલ હોય જે સામાવાળાની ગ્રાહક પ્રત્યે સેવામાં સ્પષ્ટ ખામી ગણાય.


આ ઉપરાંત બીજો કલેઈમ અને બીજી ફરીયાદમાં ૨૩,૬૨૯ પંકજભાઈની સારવારના ખર્ચના કાપવામાં આવેલ આમ, સામાવાળા દ્વારા ઉપરોક્ત રીતે અમો ફરીયાદીનો કક્લેઈમ ખોટી રીતે કાપેલ હોય અને ગ્રાહક પ્રત્યેની સેવામાં સ્પષ્ટ ખામી જોવા મળેલ છે. જેનાથી નારાજ થઇ ફરીયાદી દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનના અધ્યક્ષ સમક્ષ કુલ બે ફરીયાદ દાખલ કરવામાં આવેલ જે ફરીયાદ ચાલી જતાં તેમના વકીલ મારફત વિસ્તૃત દલીલો તથા પુરાવાઓ રજુ કરવામાં આવેલ જે પુરાવાઓ તથા દલીલો ધ્યાને લઇ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનના અધ્યક્ષએ કરીયાદીની ફરીયાદ ધ્યાને લઇ કમીશનના અધ્યક્ષ પી.સી.રાવલ તથા સભ્ય જયશ્રીબેન મકવાણા દ્વારા ફરીયાદીની ફરીયાદ મંજુર કરેલ અને ફરીયાદીને કુલ ૬૦,૫૫૦ પ્રથમ ફરીયાદના તથા ૨૩,૬૨૯ બીજી ફરીયાદના તથા ૨.૫૦૦ બન્ને ફરીયાદના અલગ-અલગ ફરીયાદ ખર્ચના ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે.
​​​​​​​

ઉપરોક્ત બન્ને કેસમાં ફરીયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી, દીપક એચ. નાનાણી તથા નેહલ સંચાણીયા રોકાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application