BREAKING NEWS

જામનગર જિલ્લામાં કાલે ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ કેમ્પનું આયોજન

  • November 15, 2025 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે.


લોકોને ગણતરી ફોર્મ ભરવામાં સરળતા રહે તે હેતુથી જામનગર જિલ્લામાં આગામી તા.૧૫-૧૬ નવેમ્બર અને તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ  સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સબંધિત ભાગના બુથ લેવલ ઓફીસર તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ વિશેષ  કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન ઇકઘ ની મદદથી મેપીંગ / લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેમજ વર્ષ ૨૦૦૨ની મતદારયાદી શોધવામાં પણ બીએલઓ મદદરૂપ થશે.


સમગ્ર જામનગર જિલ્લામાં આયોજિત મતદાન મથકો પર યોજાનાર આ કેમ્પનો મહત્તમ લોકોએ લાભ લેવા માટે અને ગણતરી ફોર્મ ભરવામાં જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application