BREAKING NEWS

જામનગર : વિજ્યા દશમી નિમિતે પોતાના ઘરે બાળાઓને ભાવથી ભોજન કરાવતા સાંસદ પૂનમબેન માડમ

  • October 03, 2025 10:23 AM 

હાલારના સંસ્કૃતિપ્રિય અને સક્રિય સાંસદ પુનમબેન માડમ દ્વારા મહાપર્વ વિજ્યા દશમી નિમિતે દૈવી શક્તિના પાવન સ્મરણ અને શરણાગત ભાવ સાથે પોતાના ઘરે બાળાઓને પૂજન-અર્ચન સહ ભોજન-પ્રસાદ અર્પણ કર્યો હતો. 


સાંસદ પુનમબેન માડમ દ્વારા માં નારાયણી પ્રસન્નતાના ઉદેશ્ય સાથે પોતાના નિવાસસ્થાને, શક્તિપ્રતિકરૂપ બાળાઓને આમંત્રણ આપી પોતાના ઘરે પૂજન-અર્ચન કરવામાં આવ્યુ હતું. બાદમાં બાળાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું.



સત્યના અસત્ય ઉપરના પરમ વિજયના અને અણુ-અણુમાં વ્યાપ્ત શક્તિ આરાધનાના સત્વસારરૂપ આ પર્વે, સનાતન આદેશ સમાન ઉજવણી અને દિવ્યતાનુભૂતિની આ ક્ષણોથી ધન્યતાની અનુભૂતિ કરી પૂનમબેન માડમે ધન્યતા અનુભવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application