અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ, પશ્ચિમ એશિયામાં ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું છે. ગુસ્સે ભરાયેલા ઈરાને વારંવાર ઇઝરાયેલમાં યુએસ લશ્કરી ઠેકાણાઓ તેમજ સાઉદી અરેબિયા, બહેરીન, યુએઈ અને કતાર જેવા ખાડી દેશોને નિશાન બનાવ્યા છે. હવે, એવા અહેવાલો છે કે ઈરાન યુએસ પર સીધો હુમલો કરી શકે છે. અહેવાલો સૂચવે છે કે ઈરાન યુએસ રાજ્ય કેલિફોર્નિયા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ અંગેની એફબીઆઈએ ચેતવણી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ તાજેતરમાં કેલિફોર્નિયા પોલીસ વિભાગને ચેતવણી આપી હતી કે ઈરાન પશ્ચિમ કિનારા પર અમેરિકનો પર ડ્રોન હુમલા કરી શકે છે. અહેવાલ મુજબ, એફબીઆઈ અધિકારીઓએ એક ચેતવણી જારી કરીને યુએસ સરકારને ચેતવણી આપી છે કે જો યુદ્ધ ચાલુ રહે તો ઈરાની બદલો લેવા માટે તૈયાર છે.
ફેબ્રુઆરીના અંતમાં મોકલવામાં આવેલી ચેતવણી અનુસાર એફબીઆઇએ જણાવ્યું છે કે, અમને તાજેતરમાં માહિતી મળી છે કે ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં, ઈરાન યુએસના દરિયાકાંઠે એક અજાણ્યા જહાજમાંથી યુએવીનો ઉપયોગ કરીને અચાનક હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. જો યુએસ ઈરાન પર હુમલો કરે છે તો ઈરાન કેલિફોર્નિયાને નિશાન બનાવી શકે છે. અહેવાલો અનુસાર, આ રાજ્ય હાઈ એલર્ટ પર છે.
અગાઉ, ઈરાને પણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો જીવ બચાવવા માટે ચેતવણી આપી હતી. એક ટોચના ઈરાની સુરક્ષા અધિકારીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટ્રમ્પને ધમકી આપી હતી. અલી લારીજાનીએ ગયા મંગળવારે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ઈરાન જેવો બલિદાન આપનાર રાષ્ટ્ર તમારી ખાલી ધમકીઓથી ડરતો નથી. તમારાથી મોટા લોકો પણ ઈરાનનો નાશ કરી શકતા નથી. સાવચેત રહો, તમે પોતે પણ નાશ પામી શકો છો.
આ દરમિયાન, ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે ત્રણ શરતો મૂકી છે.