BREAKING NEWS

ટ્રમ્પની ધમકીથી ઈરાન નારાજ પરમાણુ કરાર પર વાતચીત થંભી

  • June 24, 2026 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાને કહ્યું કે બોમ્બમારા કરાયેલા સ્થળોની તપાસ માટેની તારીખ નકકી નથી, બીજી તરફ યુએસએ કહ્યું કે તપાસ નહીં કરવા દો તો વાટાઘાટ નહીં


સ્વિટઝર્લેન્ડમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા પરમાણુ સ્થાપનોના નિરીક્ષણને લઈને વિવાદાસ્પદ બની છે. ઈરાને કહ્યું છે કે બોમ્બમારા કરાયેલા સ્થળોના નિરીક્ષણ માટે કોઈ તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી, યારે ટ્રમ્પે ધમકી આપી છે કે જો નિરીક્ષણ કરવા દેવામાં નહીં આવે તો ઈરાન સાથે વાતચીત બધં કરી દેવામાં આવશે.આ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ૧૧,૦૦૦ ક્રૂ સભ્યોને બહાર કાઢવાની કામગીરી શ થઈ ગઈ છે.
તો બીજી તરફ ઇઝરાયલે ફરીથી લેબનોન પર હત્પમલો કર્યેા છે. ટ્રમ્પની આવી ધમકી બાદ, ગુસ્સે ભરાયેલા ઈરાની અધિકારીઓએ યુએસ અધિકારીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યેા અને બેઠક છોડીને નીકળી ગયા હતા. આવે શું થશે તેના પર આખા વિશ્વની મીટ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તેહરાન આંતરરાષ્ટ્ર્રીય પરમાણુ ઉર્જા એજન્સીને ઇસ્લામિક રિપબ્લિકમાં પરમાણુ નિરીક્ષણ કરવાની મંજૂરી નહીં આપે તો તેઓ ઈરાન સાથેની તકનીકી વાટાઘાટો રદ કરશે. હવે હત્પં ફરીથી મક્કમ છું કારણ કે ઈરાન પરમાણુ શક્રો ધરાવી શકતું નથી

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજોની સંખ્યામાં વધારો
શિપિંગ મોનિટર મરીનટ્રાફિકે જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રાફિકમાં સુધારો થયો છે, જે સતત બે સાહના અંતે લગભગ ત્રણ ગણો થયો છે. ડેટા પુષ્ટ્રિ કરે છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની સંખ્યા ૧૨–૧૪ જૂન વચ્ચે ૩૨ જહાજોથી વધીને ૧૯–૨૧ જૂન વચ્ચે ૯૩ જહાજો થઈ ગઈ છે. મરીનટ્રાફિકે વધુમાં જણાવ્યું હતું કે, આ સુધારો તાજેતરના રાજદ્રારી વિકાસ દ્રારા સમર્થિત છે, તેમજ ઈરાન પર લાદવામાં આવેલા યુએસ તેલ પ્રતિબંધોમાં કામચલાઉ છૂટછાટ, જેણે ૨૧ ઓગસ્ટ સુધી મંજૂર કરાયેલા હોર્મુઝ ટ્રાન્ઝિટ સંબંધિત તાત્કાલિક પાલન અનિશ્ચિતતાને ઘટાડવામાં મદદ કરી છે

મુખ્ય મુદ્દાઓ પર વધુ વાટાઘાટોની જરૂર: માર્કેા રૂબિયો
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કેા બિયો, જેઓ તેમના ગલ્ફ પ્રવાસની શઆતમાં અબુ ધાબી પહોંચ્યા હતા, તેઓ પ્રાદેશિક સાથીઓ સાથે યુએસ–ઈરાન શાંતિ કરારને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તાજેતરની વાટાઘાટોએ પ્રગતિ માટે પાયો નાખ્યો છે, પરંતુ મુખ્ય મુદ્દાઓ પર વધુ ચર્ચાઓની જર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application