BREAKING NEWS

સગીરાના આપઘાતના પ્રયાસના બનાવની તપાસમાં દુષ્કર્મનો મામલો સામે આવ્ય

  • February 13, 2026 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ પંથકમાં અઠવાડિયા પૂર્વે સગીરાએ ફાંસો ખાધો'તો


સગીરા તેના સગીર પ્રેમી સાથે ભાગીને એમપીથી અહીં આવી બંને સાથે રહેતા હતાં: પ્રેમીએ શરીર સંબધં બાંધતા બાળકીને જન્મ આપ્યો: વતનમાં માતાની અંતિમવિધિમાં પિતાએ આવવાની ના કહેતા ફાંસો ખાધ
આટકોટ પંથકના એક ગામમાં રહેતી મૂળ એમપીની વતની સગીરાએ અઠવાડિયા પૂર્વે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. આ સગીરાને એક માસની બાળકી હોય પોલીસને શંકા જતા આ બાબતે તપાસ કરતા દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. સગીરાને એમપીમાં જ રહેતા શખસ સાથે પ્રેમ સંબધં થયા બાદ બંને ભાગીને અહીં આવ્યા હતા અને અહીં સાથે રહેતા હતા. સગીરાની માતાનું મૃત્યુ થતાં તેણી ઘરે જવા માંગતી હોય પરંતુ પિતાએ સ્પષ્ટ્ર ઇન્કાર કરી દેતા લાગી આવતા તેણે ફાંસો ખાધો હતો. સગીરાનુ બાળક તેના સંગીર પ્રેમી થકી હોવાનું માલુમ પડું હતું. જેથી આ મામલે આ સગીરાના પિતાની ફરિયાદ પરથી આટકોટ પોલીસે આરોપી વિદ્ધ દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટ પંથકમાં રહેતી મૂળ એમપીની વતની સગીરાએ ગઈ તા.૫૨ ના ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. બનાવે લઇ આટકોટ પોલીસે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી. સગીરાને એક માસની બાળકી હોય જેથી આ બાબતે પોલીસને શંકા જતા તેમણે આ મામલે ઐંડાણપૂર્વક તપાસ ચલાવી હતી.
પોલીસની તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, ૧૭ વર્ષની આ સગીરાને મધ્યપ્રદેશમાં તેના વતનમાં જ રહેતા સગીર સાથે પ્રેમ સંબધં થયા બાદ બંને વતનથી ભાગી એપ્રિલ ૨૦૨૫ માં અહીં આટકોટ પાસેના એક ગામે આવ્યા હતા અને અહીં સાથે રહી ખેતીકામ કરી ગુજરાત ચલાવતા હતા. આ દરમિયાન સગીર પ્રેમીએ સગીરા સાથે શારીરિક સંબધં બાંધ્યો હોય જેના થકી તેણે બાળકીને જન્મ આપ્યો હતો.
દરમિયાન થોડા સમય પૂર્વે વતનમાં સગીરાની માતાનું અવસાન થતાં તે અંગેની જાણ સગીરાને થયા બાદ તે માતાની અંતિમવિધિમાં જવા માંગતી હોય જેથી આ બાબતે તેણે પિતાને ફોન કરતા પિતાએ હવે અમારે તારી સાથે કોઈ વ્યવહાર નથી તેમ કહી આવવાની સ્પષ્ટ્ર ના કહી દેતા લાગી આવતા તેણે ગળાફાંસો ખાય આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. આ સમગ્ર હકીકતો સામે આવ્યા બાદ પોલીસે સગીરાના પિતાને આ બાબત અંગે જાણ કરી હતી. જેથી તેમણે અહીં આવી ફરિયાદ નોંધાવતા આટકોટ પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી તેના પ્રેમી એવા સગીરવયના આરોપી સામે દુષ્કર્મ, પોકસો એકટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application