કેનેડાના ટોરોન્ટોની યુનીવર્સીટી પાસે કોઈ અજાણ્યા લોકોએ આડેધડ ફાયરીંગ કરતાં 20 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટે શિવાંક અવસ્થીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું હતું કે અમે તેના પરિવારજનો સાથે સંપર્કમાં છીએ. જો કે પોલીસે એમ પણ ઉમેર્યું હતું કે એક દિવસ પહેલા જ અહી હિમાંશી ખુરાનાની હત્યા કરવામાં આવી હતી અને તેનો પાર્ટનર જ આ કેસમાં આરોપી હોવાની શંકા પ્રબળ છે.પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારના અહેવાલ મળ્યા પછી તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જો કે ફાયરિંગના પગલે થયેલી ગંભીર ઇજાથી વિદ્યાર્થીએ ત્યાં જ દમ તોડી દીધો હતો.
પોલીસ અધિકારીઓ કહે છે કે શંકાસ્પદો તેમના આગમન પહેલાં જ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસે તાબડતોબ પરિસરને સીલ કરી દીધું હતું.નોંધનીય છે કે આ વર્ષે ટોરોન્ટોમાં આ 41મી હત્યા છે. એક દિવસ પહેલા જ, ટોરોન્ટોમાંથી ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યાના સમાચાર પણ સામે આવ્યા હતા.
પોલીસને શંકા છે કે હિમાંશીનો પાર્ટનર, 32 વર્ષીય અબ્દુલ ગફૂરી, આ કેસમાં આરોપી હોઈ શકે છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આ પાર્ટનર હિંસાનો કેસ હોવાનું જણાય છે. ભારતીય દૂતાવાસે પણ હિમાંશી ખુરાનાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application