IND vs BAN: સેમસનની શાનદાર સદીથી ભારતે બાંગ્લાદેશને 133 રને હરાવી, શ્રેણી 3-0થી કબજે કરી

  • October 12, 2024 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રને હરાવ્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 297 રન બનાવ્યા હતા. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 164 રન જ બનાવી શકી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને ત્રણ મેચની T20 શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. 


હૈદરાબાદમાં રમાયેલી સિરીઝની છેલ્લી મેચમાં ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો સંજુ સેમસન રહ્યો હતો, જેણે 47 બોલમાં 111 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ફિફ્ટી ફટકારી 75 રન બનાવ્યા હતા. ભારતની વિજેતા ટીમ તરફથી રવિ બિશ્નોઈએ 3 અને મયંક યાદવે બે વિકેટ ઝડપી હતી.


આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અભિષેક શર્મા માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તે પછી સેમસન અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 173 રનની ઐતિહાસિક ભાગીદારી થઈ હતી. સેમસને 111 રન બનાવ્યા તો બીજી તરફ સૂર્યકુમારે 75 રનની ઇનિંગ રમી. તે પછી હાર્દિક પંડ્યા અને રિયાન પરાગે વિસ્ફોટક ફેશનમાં અનુક્રમે 47 અને 34 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તન્ઝીમ હસન સાકિબે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application