BREAKING NEWS

આ વર્ષે છેલ્લી ઘડીના બુકિંગમાં વધારો: 15 દિવસ દિવસમાં 50 ટકા બુકિંગ થયા

  • December 30, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા વર્ષની રજાઓ માટે આ વર્ષે ઘણા લોકો છેલ્લી ઘડીએ મુસાફરીની યોજના બનાવી રહ્યા છે. ટ્રાવેલ કંપનીઓ અનુસાર, ગયા વર્ષ કરતાં આ વર્ષે લેટ બુકિંગ વધારે જોવા મળી રહ્યું છે.

વિદેશી સ્થળોમાં થાઈલેન્ડ, વિયેતનામ અને દુબઈ સૌથી વધુ લોકપ્રિય રહ્યા છે. જ્યારે દેશમાં ઉદયપુર, દેહરાદૂન અને જોધપુર જેવા સ્થળોએ પણ પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે.

ટ્રાવેલ કંપનીના સહ-સ્થાપક હરિ ગણપતિએ જણાવ્યું કે, હવે લગભગ 50 ટકા બુકિંગ મુસાફરીના 15 દિવસની અંદર થઈ રહી છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો માત્ર 18 ટકા હતો. આ દર્શાવે છે કે લોકો હવે અચાનક અને અનુભવ આધારિત મુસાફરી પસંદ કરી રહ્યા છે. આ લેટ બુકિંગમાં 64 ટકા કપલ્સ છે.

છેલ્લા શિયાળાની સરખામણીએ લેટ ઇન્ટરનેશનલ બુકિંગમાં 30 ટકા વધારો થયો છે. જેમાંથી 65 ટકા મુસાફરી 5 દિવસથી ઓછી છે. કંપનીના ડિરેક્ટર કરણ અગ્રવાલ કહે છે કે સરળ વિઝા, સારી ફ્લાઇટ કનેક્ટિવિટી અને ટૂંકી મુસાફરીમાં વધુ અનુભવ મળતો હોવાથી દુબઈ અને વિયેતનામ વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે.

સરળ વિઝા અને વધતી સુવિધાઓને કારણે લોકો હવે છેલ્લી ઘડીએ રજાઓ બુક કરી રહ્યા છે. વિદેશમાં વિયેતનામ, દુબઈ-અબુધાબી અને મલેશિયા આગળ છે, જ્યારે દેશમાં ઉદયપુર, જયપુર, કૂર્ગ, શિમલા, ઋષિકેશ અને મહાબળેશ્વર લોકપ્રિય છે.

બુકિંગ વેબસાઈટ પર જોધપુર, દેહરાદૂન, તિરુપતિ, બાગડોગરા, શ્રીનગર અને ઉદયપુર માટેની બુકિંગમાં ગયા વર્ષ કરતાં મોટો વધારો થયો છે. દુબઈ, થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપુર સૌથી વધુ સર્ચ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે વિયેતનામનું ફુ ક્વોક આ વર્ષે ટોપ 10 સ્થળોમાં આવી ગયું છે.

મેક માય ટ્રીપ મુજબ, નવા વર્ષની રજાઓ માટે થાઈલેન્ડ હવે નંબર વન વિદેશી સ્થળ બન્યું છે અને વિયેતનામ પણ ટોપ 5 માં સામેલ થયું છે. કુલ મળીને, વર્ષ અંત અને નવા વર્ષની રજાઓ દરમિયાન દેશી અને વિદેશી બંને પ્રવાસોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે અને લોકો ટૂંકી, સરળ અને અનુભવસભર મુસાફરી પસંદ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application