BREAKING NEWS

ગત ચૂંટણીમાં ૮.૩૭ લાખ મત નોટામાં ગયા હતા: આ વખતે પ્રમાણ વધવાની ભીતિ

  • April 15, 2026 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકીય પક્ષો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. પક્ષોમાં ચાલી રહેલી ખેંચતાણ અને અસંતોષને કારણે સામાન્ય મતદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં મતદારો કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપવાને બદલે 'નોટા' (નન ઓફ ધ એબવ) પર પસંદગી ઉતારે તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે.
વર્ષ ૨૦૨૧માં યોજાયેલી સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણીમાં મતદારોએ મોટી સંખ્યામાં નોટાનો ઉપયોગ કર્યેા હતો. પ્રા વિગતો અનુસાર રાયભરમાં અંદાજે ૮.૩૭ લાખથી વધુ મતો નોટાને ફાળે ગયા હતા.
રાયની ૬ મહાનગરોમાં ૭૨,૦૯૩ મતો (૦.૪૦%) નોટામાં પડા હતા.
યારે જિલ્લ ા પંચાયત પણ બાકાત રહી નથી, જિલ્લ ા પંચાયતમા ૩,૮૯,૧૮૪ મતો (૨.૩૯%) નોટા નોંધાયા હતા.
તાલુકા પંચાયતમા ૩,૪૨,૮૭૦ મતો (૨.૦૪%) સાથે મતદારોએ નોટા દબાવીને પોતાની નારાજગી વ્યકત કરી હતી. રાયની નગરપાલિકા વિસ્તારમાં કુલ ૩૩,૭૫૦ મતો નોટાને મળ્યા હતા.
મતદારો દ્રારા નોટાનું બટન દબાવવા પાછળ મુખ્યત્વે લોકપ્રતિનિધિઓની નિષ્ક્રિયતા જવાબદાર છે. ચૂંટાયા બાદ પ્રતિનિધિઓ મતદારોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહેવા, ભ્રષ્ટ્રાચારના આક્ષેપો અને પક્ષો દ્રારા લાયક ઉમેદવારને બદલે નબળા કે વિવાદાસ્પદ ચહેરાઓને ટિકિટ આપવાના કારણે જનતામાં રોષ છે. ઘણીવાર લોકપ્રિય નેતાની ટિકિટ કાપી નાખવામાં આવે ત્યારે તેમના સમર્થકો પણ વિરોધ સ્વપે નોટાનો માર્ગ અપનાવે છે.
ચાલુ વર્ષે ૨૦૨૬માં યોજાનારી ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોમાં જે રીતે બખેડા અને આંતરિક જૂથબંધી બહાર આવી છે, તે જોતા નોટાના મતોમાં મોટો ઉછાળો આવવાની સંભાવના છે. જો રાજકીય પક્ષો મતદારોના વલણને સમજવામાં નિષ્ફળ રહેશે અને યોગ્ય ઉમેદવારો મેદાનમાં નહીં ઉતારે, તો લોકશાહીમાં 'નોટા' એક મજબૂત પરિબળ તરીકે ઉભરી આવશે તેવું નિષ્ણાતોનું માનવું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application