રાજકોટની બજારોમાં પાથરણાવાળાઓના દબાણને લઇને વેપારીઓ હેરાન : મેયર, કમિશનરને રજૂઆત

  • August 10, 2023 12:39 PM 



રાજકોટ શહેરની મુખ્ય બજારો કહેવાતી લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, દીવાનપરા રોડ પર નાના ફેરીયાઓ અને પાથરણાવાળાઓના દબાણોને લઇને વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે અનેકવાર તંત્રને રજુઆત કરવા છતાં કોઈ સુધારો આવતો નથી. આવેદનપત્ર પાઠવી રજુઆત કરો એટલે તંત્ર 15 દિવસ સુધી એક્શન મોડમાં આવી જાય અને બાદમાં પરિસ્થિતિ પહેલા જેવી જ થઈ જાય છે. 
​​​​​​​

આ વખતે ફરી પાથરણાવાળાઓનાં દબાણનાં ત્રાસ સામે વિરોધ કરવા આજે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ દિવાનપરા, સહીતનાં 100 વધુ વેપારીઓ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને મેયર અને કમિશ્નરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્રરોડ જેવી મુખ્ય બજારોમાં 500થી વધુ નાની-મોટી દુકાનો આવેલી છે. પરંતુ આ દુકાનોની બહાર 200થી વધુ પાથરણાવાળા બહાર બેસી દબાણ કરે છે. જેથી દુકાનોના વેપારીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application