રાજકોટ જેતપુરમાં મતવા શેરીમાં સાડીની દુકાન ધરાવનાર વૃદ્ધ વેપારીને બે મહિલા સહિતની ત્રિપુટી અને હનીટ્રેપમાં ફસાવી તેમની પાસેથી પિયા ૨૦,૦૦૦ પડાવી લીધા હતા. ત્રિપુટી સતત વધુ પૈસાની માંગણી કરતા હતા અને જો પૈસા નહીં આપે તો દુષ્કર્મના કેસમાં ફીટ કરી દઈશું તેવી ધમકી આપતા હતા. જેથી અંતે વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ત્રિપુટીને સકંજામાં લીધી છે આ ત્રિપુટીએ અન્ય કોઈને શિકાર બનાવ્યા છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં રહેતા અને અહીં મતવા શેરીમાં સાડીની દુકાન ધરાવનાર ૬૦ વર્ષના વૃદ્ધ વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરમાં જ રહેતી મમતા, રમાબેન અને મહેબૂબના નામ આપ્યા છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૧૦૧૨૦૨૬ ના પચ્ચીસેક વર્ષની મહિલા પાંચેક વર્ષના બાળકની સાથે લઇ તેમની દુકાને સાડીની ખરીદી કરવા આવી હતી અને તેણે અહીંથી . ૩૭૦૦ ની સાડી ખરીદી હતી. તે સમયે તેણે વેપારી પાસેથી તેના મોબાઈલ નંબર મેળવી લીધા હતા.
બાદમાં તા. ૨૩૩ ના આ મહિલાએ વેપારીને ફોન કરી કહ્યું હતું કે, હત્પં અગાઉ તમારી દુકાને સાડીની ખરીદી કરવા આવી હતી ત્યારે તમે સાડી બતાવતા સમયે મારો હાથ પકડો હતો. તમે મને પિયા ૧૦,૦૦૦ આપો નહીંતર હત્પં તમારા ઉપર ખોટો બળાત્કારનો કેસ કરીશ જેથી વેપારીએ કહ્યું હતું કે, મેં તમારો હાથ પકડો નથી મારી ઉંમર તો જુઓ આવું કરશો નહીં, મારી ખોટી બદનામી થશે. બાદમાં સાંજના આ મહિલા તથા એક પુષ અને અન્ય એક મહિલા અહીં દુકાને આવ્યા હતા અને વેપારીને ધમકાવી દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાનું કહી ૭ હજાર રોકડ પડાવી ગયા હતા.
ત્યારબાદ ફરી આ મહિલાએ ફોન કરી વેપારીને ધમકાવી આ વખતે પાંચ લાખની માંગણી કરી હતી. ત્યારબાદ ત્રણેય દુકાને આવ્યા હતા અને ૩૦૦૦ પડાવી ગયા હતા. બાદમાં તા. ૧૦૪ ના ફરી મમતાએ કોલ કર્યેા હતો અને ૨૦,૦૦૦ ની માંગણી કરી હતી બાદમાં દુકાને આવી બુમાબુમ કરી ધમકી આપતા વેપારીએ ૧૦,૦૦૦ આપ્યા હતા. અંતે આ ત્રણેયનો ત્રાસ વધી જતા વેપારીએ પોતાના કૌટુંબિક ભાઈને વાત કરી હતી અને ત્યારબાદ આ મહિલાનું નામ મમતા અને તેની સાથે રહેલ મહિલા રમા અને પુષ મહેબૂબ હોવાનું માલુમ પડું હતું અને ત્યારબાદ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે જેતપુર સીટી પોલીસ મથકના પીઆઇ એ.ડી.પરમાર થતા ટીમે તપાસ હાથ ધરી ત્રિપુટીને સકંજામાં લીધી છે....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application