BREAKING NEWS

જામનગરમાં કથા કરવા મહિલા પાસેથી પૈસા લઇને પોતાના નામે કરી નાખી

  • February 03, 2026 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના પુનીતનગર વિસ્તારમાં આશરે દસેક મહિના પહેલા મહિલાના પેન્શનના રૂપીયા નવ લાખ કથા કરવાનું કહીને આરોપીએ પોતાના નામની કથા કરી રૂપીયા વાપરી નાખ્યા હતા જે પરત માંગતા નહી આપીને ધમકી દઇ વિશ્ર્વાસ કર્યાનું સામે આવતા આ અંગે પુનિતનગરમાં રહેતા પિતા-પુત્ર સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.

ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામના વતની અને હાલ મોરબીના ઘુંટુ ગામમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દશરથસિંહ બળવંતસિંહ વિભાજી (ઉ.વ.૩૫) નામના યુવાને ગત રાત્રીના સીટી-બી ડીવીઝનમાં જામનગરના પુનીતનગરમાં રહેતા રતુભા હનુભા જાડેજા તથા રતુભાના પુત્ર બંનેની સામે ફરીયાદ નોંધાવી છે.


જેની વિગત મુજબ આરોપી રતુભાએ ફરીયાદીને વિશ્ર્વાસમાં લઇને ફરીયાદીના ભાભુના ખાતાના પેન્શનના રૂ. ૯ લાખ કથા (સપ્તાહ) કરવાનું કહયુ હતું. દરમ્યાન કથા કરવાની ફરીયાદીએ ના પાડવા છતા આરોપીએ પોતાની રીતે કથા કરી ફરીયાદી તથા તેના પરિવારનું નિમંત્રકમાં નામ નહી રાખી ઉપરાંત ફરીયાદીએ આ રૂપીયા પરત માંગતા પરત આપ્યા ન હતા. 


દરમ્યાન આશરે દસેક મહીના પહેલા પોતાના નામની કથા કરીને રૂ. ૯ લાખ વાપરી નાખી ફરીયાદી તથા તેના પરિવારે આ રૂપીયા પરત માંગતા આરોપીએ જોઇ લેવાની ફરીયાદીને ધમકી આપી હતી તેમજ આરોપીના પુત્રએ ફરીયાદી સાથે અપશબ્દો બોલી વિશ્ર્વાસઘાત કર્યો હતો. જે અંગેની ફરીયાદ દાખલ થતા પીએસઆઇ રાજ તપાસ ચલાવી રહયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application