ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા ઈમરાન બેલીમ વિરુધ્ધ પીઆઈટી એક્ટ નોંધી વડોદરા જેલમાં ધકેલાયો
ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા ઈમરાન બેલીમ વિરુધ્ધ પીઆઈટી એક્ટ નોંધી વડોદરા જેલમાં ધકેલાયો
April 17, 2026 11:01 PM
રાજકોટ રાજ્યમાં યુવાધનને બરબાદ કરતી ડ્રગ્સ ગાંજા સહિતના કેફી પદાર્થ વેંચતા શખસો સામે આકરી કાર્યવાહી કરવાના ગૃહ મંત્રીના આદેશના પગલે રાજ્યની પોલીસ દ્વારા ગાંજો, ડ્રગ્સ સહિતના માદક દ્રવ્યો વેંચતા પેડલરોને ઝડપી પાડી મોટા પ્રમાણમાં માદક દ્રવ્યોનો જથ્થો કબ્જે કરી રહી છે ત્યારે રાજકોટમાં એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ ઇમરાન બેલીમ નામના પેડલર સામે પીઆઈટી એકટ હેઠળ કાર્યવાહી કરી છે. વડોદરા જેલમાં ધકેલવામાં આવ્યો સ્થાનિક સ્વરાજ્યને અનુસંધાને દારૂ, ગાંજો, ડ્રગ્સ જેવા કેફી અને માદક પદાર્થની હેશફેરી કરવામાં ન આવે અને આવી પ્રવૃત્તિ કરનાર શખસો સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચનાના પગલે એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે આવી પ્રવૃત્તિ કરતા શખસોની યાદી તપાસતા અગાઉ વર્ષ ૨૦૨૫ માં ૨ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા ઇમરાન ઇકબાલભાઈ બેલીમ (ઉ.વ.૩૨, રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ સાગર ચોક આર.એમ.સી. આવાસ કવાટર) સામે પીઆઈટી એકટહેઠળ દરખાસ્ત તૈયાર કરી એડી. ડીજીપી સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેઝને મોકલવામાં આવતા આ દરખાસ્તને મંજુર કરી હતી. જેના પગલે એસઓજીની ટીમે ઇમરાન બેલીમની અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલવા તજવીજ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર એસઓજી દ્વારા અત્યાર સુધીમાં એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ ૧૬ શખ્સોને પીઆઈટી એકટ હેઠળ જેલમાં ધકેલી કાર્યવાહી કરી છે .આ કાર્યવાહી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ વી.કે.ઝાલા અને ટીમ તેમજ પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયા અને ટિમ દ્વારા કરવામાં આવી છે.