BREAKING NEWS

સલાયા બંદર ખાતે માછીમારી બોટોને અનઅધિકૃત રીતે લાઈટ ડીઝલ-ઓઈલનું વેચાણનું કારસ્તાન

  • December 29, 2025 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા ગેરકાયદેસર રીતે જવલનશીલ પેટ્રોલીયમ જથ્થાનું ગેર કાયદેસર રીતે વેચાણ કરવા સારૂ પેટ્રોલીયમ જથ્થાની હેરાફેરી, સંગ્રહ કરનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા કે.કે. ગોહીલ, પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી, દેવભૂમિ દ્વારકા તથા ડી.એ.વાળા, પોલીસ સબ ઈન્સ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા નાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ.


જે અનુસંધાને તારીખ ૨૬/૧૨/૨૦૨૫ના એસ.ઓ.જી.દેવભૂમિ દ્વારકાના પોલીસ ઈન્સ કે.કે. ગોહીલ, પી.એસ.આઈ.ડી.એ.વાળા, આસી.સબ ઈન્સ.સજુભા હમીરજી જાડેજા, પોલીસ હેડ કોન્સ હરદિપસિંહ હેમતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. કૃષ્ણરાજસિંહ દિગુભા જાડેજા તથા ડા. પોલીસ કોન્સ, સુમાતભાઈ અરજણભાઈ ચાવડા વિગેરે સરકારી વાહન બોલેરોમાં સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા પો.હે. કો હરદિપસિંહ જાડેજાને ખાનગી બાતમીદારોથી હકીકત મળેલ.


સલાયામાં એક મહિના પીકઅપ જેવા વાહનમાં મોડીફાઈ કરીને ડીઝલનો ટાકો તૈયાર કરી તેમાં એલ.ડી.ઓ.ની હોમ/અલગ અલગ સ્થળોએ ડીલીવરી આપવા માટે આવે છે અને એલ.ડી.ઓના બદલે અન્ય કોઈ ભેળસેળ યુક્ત જવલનશીલ ઈધણનું વેચાણ કરે છે જે મળેલ બાતમી આધારે કાર્યવાહી કરવા સારૂ જિલ્લા પુરવઠા અધિકારી કે.બી.સોલંકીની જાણ કરતા, જિલ્લા પુરવઠાની ટીમ સાથે પધારતા સલાયા બંદર ખાતે એસ.ઓ.જી. તથા જિલ્લા પુરવઠા ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.

​​​​​​​

મહિન્દ્રા પીક-અપ વાહનમાં ડ્રાઈવર કેબીન પાછળ ધાતુનો ટાકો ફીટ કરેલ વાહન રજી.નં.જીજે-૩૭.ટી-૧૮૮૪ હોય અને વાહનના ડ્રાઈવર દિલુભા નટુભા ગોહીલ, ઉ.વ.૪૨, રહે,જામનગર વાળા હો અને પ્રાથમીક પુછપરછ કરતા વાહનના ટાકામાં એલ.ડી.ઓ.ભરેલ હોવાનું અને એલ.ડી.ઓ. જામનગરના જી.આઈ.ડી.સી. વિસ્તાર, પ્લોટ નં.૨૫, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, આર.એસ.નં.૧૯૬(ઓલ્ડ આર.એસ.નં.૧૮૮), કનસુમરા, જી.એસ.આર એફ સી., રિલાયન્સ કોમ્પલેક્ષ ખાતે આવેલ આશાપુરા એન્ટરપ્રાઈઝ ખાતેથી કુલ-૨૪૦૦ લીટર ભરેલ હોવાનું અને તેમાંથી ૧૫૦૦ લીટરનું સલાયા બંદર ખાતે ત્રણ માછીમારી બોટ ૫૦૦, ૫૦૦ લીટરનું વેચાણ કરેલ હોવાનું અને હાલમાં ટાકામાં કુલ ૯૦૦ લીટર ભરેલ હોવાનું જણાવેલ અને કનસુમરા, આશાપુરા એન્ટરપ્રાઈઝ ખાતેથી રૂતુરાજસિંહ તખતસિંહ જાડેજા રહે. જામનગરવાળાની સુચના મુજબ ભરીને સલાયા બંદર ખાતે ડિલીવરી આપવા માટે આવેલ હોવાનું જણાવેલ હતું.


જેથી જિલ્લા પુરવઠા ટીમ દ્વારા આ કામ અન અધિકૃત હોવાનું જણાતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સદરહ શંકાસ્પદ પેટ્રોલીયમ જથ્થામાંથી ૦૩(ત્રણ) સેમ્પલ લઈ અને બાકી રહેતો ૯૦૦ લીટર પેટ્રોલીયમનો જથ્થો જે તે સ્થિતીમાં રહેવા દઈ વાહન સાથે કુલ કિ.રૂ.૧૦,૧૩,૦૦૦/-(દશ લાખ તેર હજાર)નો મુદામાલ કબ્જે કરેલ છે અને લીધેલ સેમ્પલ પૃથ્થકરણ અર્થે મોકલી આપવા સારૂ જિલ્લા પુરવઠા અધિકારી  દેવભૂમિ દ્વારકાનાઓ દ્વારા કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આ કામે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application