BREAKING NEWS

રાજ્યની તમામ કલેક્ટર કચેરીઓમાં આઈ.ટી.કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે

  • May 12, 2026 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગમાં ઓનલાઇન કામગીરી અને ઈ-ગવર્નન્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ પ્રક્રિયાને વધુ સચોટ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે દરેક જિલ્લાની કલેક્ટર કચેરીમાં 'આઈટી કન્સલ્ટન્ટ' નિમણૂક કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ ૩૪ જિલ્લાઓમાં આઉટસોર્સિંગના ધોરણે આ નિમણૂકો કરવામાં આવશે. આ માટે સરકારે રૂ. ૧.૮૭ કરોડની જોગવાઈ કરી છે અને પસંદગી પામનાર આઈટી કન્સલ્ટન્ટને માસિક રૂ. ૫૦,૦૦૦નો પગાર આપવામાં આવશે.

આ આઈટી કન્સલ્ટન્ટ્સ કલેક્ટર કચેરી માટે ઓનલાઇન ડેટા એનાલિસિસ, પ્રેઝન્ટેશન ફાઈલ તૈયાર કરવી અને વેબ પોર્ટલની જાળવણી જેવી કામગીરી સંભાળશે. આ ઉપરાંત, તેઓ સ્વાગત , સીએમઓ પોર્ટલ, પીજી પોર્ટલ અને સીએમ ડેશબોર્ડ જેવા મહત્વના સરકારી પોર્ટલનું સતત મોનિટરિંગ અને સંકલન કરશે, જેથી દૈનિક રિપોર્ટ અને સ્ટેટસ જનરેટ કરી ડેટા મેનેજમેન્ટને વધુ સુદ્રઢ બનાવી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application