BREAKING NEWS

પ્રથમ લગ્ન છૂપાવી બીજા લગ્ન કરી લેવાના ગુનામાં પતિને ત્રણ વર્ષની કેદ

  • April 15, 2026 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ૨૦૦૬માં કોર્ટમાં પ્રથમ લની છુપાવીને બીજા લ કર્યાના સાત વર્ષ બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ અંગેના કેસમાં અદાલતે આરોપી આશિષ મગનલાલ કંટારીયાને ત્રણ વર્ષની સજા અને ૨૦,૦૦૦નો દંડ  ફટકારતો હુમલો કર્યેા છે.આ અંગેની હકીકત મુજબ, શહેરના નાના મવા રોડ પર આવેલા વરદાન એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ મગનભાઈ કંટારીયા નામના શખસે જીજ્ઞાબેન નામની યુવતીના તારીખ ૬ ૭ ૨૦૦૬ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા, આશિષ કંટારીયાએ કોર્ટના કાગળોમાં પણ અપરિણિત હોવાની વિગતો આપી હતી. બાદ લજીવનથી પુત્ર (સુહાન)નો જન્મ થયો હતો. બાદ પતિ આશિષ કંટારિયાએ તેના પ્રથમ લ છુપાવી બીજા લ કર્યા હોવાની  મોડી જાણ થઈ હતી..પતિ આશિષ કંટારીયાને આ અંગે અવારનવાર પૂછપરછ કરતા તે અંગે તે અપરિણીત હોવાનું જણાવતો હતો, બંને વચ્ચે આ બાબતે પતિ આશિષ કંટારીયા દ્રારા પત્ની જીજ્ઞાબેનને શારીરિક માનસિક ત્રાસ આપતા પત્ની જીજ્ઞાબેનને અને પુત્રને તરછોડી દીધા હતા, જે અંગેની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન જીજ્ઞાબેનને આશિષના પ્રથમ લની પત્ની અને તેના પરિવારની વિગતો તેમજ પ્રથમ લના સર્ટિફિકેટ અને ડાયવોર્સ પેપર જોવા મળતા પતિએ પ્રથમ લ છુપાવીને બીજા લ કરી પોતાને તથા કોર્ટને ગેરમાર્ગે દોર્યા અંગેની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદ પોલીસે તપાસને અંતે અદાલતમાં ચાર્જશીટ મૂકયું હતું. આ કેસ ચાલવા પર આવતા, જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષ દ્રારા પંચો સાહેદો અને તપાસનીસ તેમજ પ્રથમ પત્ની અને તથા તેના સસરાને તપાસવામાં આવ્યા હતા બાદ સરકારી વકીલ ડી.જે. વસવેલીયા દ્રારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં આરોપી પતિએ આશિષ કંટારીયાએ પ્રથમ લ છુપાવ્યા હોવાનું રેકર્ડ પર આવેલ છે, તેમજ તેની સામે ૪૦૬ મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે, તેમાં ત્રણ વર્ષની સજા થયેલી છે, તેની અપીલ અત્યારે સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે, તેમજ પિયા પાંચ લાખનું વળતર ચૂકવવાનો હત્પકમ સામેની અપીલ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે વગેરે દલીલો તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ ૧૧મા અધિક ચીફ યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. જે. સંઘવીએશ આરોપી આશિષ મગનલાલ કંટારીયાને તકસીરવાર ઠેરવી ત્રણ વર્ષની સજા અને ૨૦,૦૦૦ દંડનો હત્પકમ કર્યેા છે, જો દંડની રકમ સમય મર્યાદામાં ન ચૂકવે તો વધુ એક માસની સજા ભોગવવાનો આદેશ કર્યેા છે. આ કેસમાં ફરિયાદી પરિણીતા વતી એ.પી.પી. દર્શનાબેન વસવેલીયા રોકાયા હતા...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News