BREAKING NEWS

બગસરામાં ત્રિકમ ઝીંકી પત્નીની હત્યા પતિને દબોચી રિ–કન્સ્ટ્રકશન કરાવાયું

  • May 08, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરામાં માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા દંપતીને રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થતા પતિએ આવેશમાં આવી પત્નીની નિર્મમ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પોલીસ દ્રારા આરોપીને દબોચી લઈ રી કન્ટ્રકશન કરવામાં આવ્યું હતું. બગસરાના માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા વિજય અમરસિંહ પરમારને પોતાની પત્ની વિલાસ સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થયો હતો.આરોપી પતિ વિજયને પીવાની ટેવ હોય ત્યારે છાશવારે ઝઘડો કરતો હતો આ ઝઘડાએ વરવુ સ્વપ ધારણ કરતા રસોઈની માથાકૂટમાં આરોપી પતિ વિજયે ઘરમાં પડેલ ત્રિકમના ચારથી પાંચ ઘા પત્ની વિલાસને મારી દીધા હતા. જેથી પત્ની ત્યાં જ તરફડીને મૃત્યુ પામી હતી. . આ પરિવારમાં સંતાનમાં છ વર્ષની પુત્રી તથા ૧૪ વર્ષનો પુત્ર છે આ સમગ્ર ઘટના કેવી રીતે બની તેનું પોલીસ દ્રારા આજે આરોપીએ કેવી રીતે ઘટના ને અંજામ આપ્યો તેનું રી કન્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કોર્ટ દ્રારા કરવામાં આવ્યા છે આ ઘટનાની વધુ તપાસ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઇ ગોલવેલકર ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application