BREAKING NEWS

જામનગર : હાપા યાર્ડમાં સૌથી વધુ લસણની આવક:સૌથી ઓછી ધાણાની આવક નોંધાઇ

  • October 16, 2025 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાપા માર્કેટીંગ યાર્ડમાં દિવાળીના તહેવારોને જુજ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે સરેરાશ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બુધવારના રોજ કુલ જણસ ૨૨૭૯૭ મણ નોંધાઇ હતી જે પૈકી ૨૩ જણસો હતી હાપા યાર્ડમાં સીઝનના સમયમાં ૩૫ થી વધુ અલગ-અલગ જણસો વેંચાણ અર્થે આવતી હોય છે દિવાળીના તહેવાર નજીક હોવાથી ફકત ૨૩ જણસો બુધવારે નોંધાઇ હતી.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૫૦૦ થી ૬૫૦, બાજરી ૩૦૦ થી ૪૨૦, ઘઉં ૪૮૦ થી ૫૪૦, મગ ૧૪૦૦ થી ૧૪૭૫, અળદ ૧૦૦૦ થી ૧૪૦૦, ચણા ૯૫૦ થી ૧૧૦૭, ચણા સફેદ ૧૧૦૦ થી ૧૮૪૫, મગફળી જીણી ૧૦૧૦ થી ૧૧૭૦, મગફળી જાડી ૮૦૦ થી ૧૦૧૦, એરન્ડા ૧૦૦૦ થી ૧૨૩૯, તલી ૭૭૫ થી ૧૮૨૫, રાયડો ૯૫૦ થી ૧૧૯૫, રાય ૧૧૦૦ થી ૧૫૫૫, લસણ ૫૧૫ થી ૧૧૦૦, કપાસ ૯૦૦ થી ૧૫૦૦, જીરૂ ૨૫૦૦ થી ૩૪૩૫, અજમો ૬૨૫ થી ૨૯૦૦, અજમાની ભૂસી ૧૦૦ થી ૧૫૦૫, ધાણા ૧૦૦૦ થી ૧૩૪૫, ધાણી ૧૨૫૦ થી ૧૩૭૦, ડુંગળી સુકી ૫૦ થી ૨૫૫, સોયાબીન ૭૦૦ થી ૮૧૦ સુધીના ભાવ બોલાયા હતા બુધવારે કુલ જણસ ૨૨૭૯૭ મણ ગુણી ૮૪૩૪ જે ૭૪૮ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.


જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે ચણા સફેદ અને ત્રીજા ક્રમાંકે રાય રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.


દિવાળીના તહેવારોને પગલે હાપા યાર્ડમાં ૮ દિવસની રજા જાહેર 

હાપા માર્કેટીંગ યાર્ડમાં દિવાળીના તહેવારોના ઉપલક્ષમાં ૮ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તા.૧૯/૧૦/૨૦૨૫ રવિવાર થી તા.૨૬/૧૦/૨૦૨૫ રવિવાર સુધી હરરાજી તેમજ જણસીની આવકનું તમામ કામકાજ બંધ રહેશે તા.૨૭/૧૦/૨૦૨૫ સોમવારથી રાબેતા મુજબ હાપા યાર્ડનું કામકાજ શરૂ થશે તેમ યાર્ડના સેક્રટરી હિતેષ પટેલની યાદીમાં જણાવાયુ છે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application