ચૂંટણી પ્રક્રિયામાં ન્યાયિક હસ્તક્ષેપનો હાઇકોર્ટે કર્યેા ઇનકાર: તમામ અરજીઓ ફગાવી
ચૂંટણી પ્રક્રિયામાં ન્યાયિક હસ્તક્ષેપનો હાઇકોર્ટે કર્યેા ઇનકાર: તમામ અરજીઓ ફગાવી
April 25, 2026 03:09 PM
ચૂંટણી પ્રક્રિયામાં ન્યાયિક હસ્તક્ષેપનો હાઇકોર્ટે કર્યેા ઇનકાર: તમામ અરજીઓ ફગાવી હાઈકોર્ટના ચૂકાદાથી ચૂંટણી અને વહીવટી તંત્રને રાહતઆજકાલ પ્રતિનિધિ ગાંધીનગર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી કરવાનો સ્પષ્ટ્ર ઇનકાર કરી દીધો છે. હાઇકોર્ટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય અપક્ષ ઉમેદવારો દ્રારા કરવામાં આવેલી વિવિધ રિટ અરજીઓને ફગાવી દેતા જણાવ્યું છે કે, એકવાર ચૂંટણી પ્રક્રિયા શ થઈ ગયા બાદ તેને અવરોધવી લોકશાહીના હિતમાં નથી. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ અને પ્રસ્થાપિત સિદ્ધાંતોને ટાંકીને જણાવ્યું હતું કે, કાયદાના શાસન દ્રારા સંચાલિત લોકશાહીમાં ચૂંટાયેલી સંસ્થાઓ નાગરિકોના જીવનનું સંચાલન કરે છે. જો આ તબક્કે કોર્ટ દરમિયાનગીરી કરે તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ખોરવાઈ શકે છે અને રાયભરમાં કરાયેલી વહીવટી વ્યવસ્થાઓ પડી ભાંગવાની શકયતા રહેલી છે. અદાલતે અવલોકન કયુ કે ચૂંટણી અધિકારીઓએ નિયમોનુસાર જ નિર્ણય લીધા છે. રિટ અરજી કરનાર મોટાભાગના ઉમેદવારોએ ફોર્મમાં ખોટી વિગતો દર્શાવી હતી અથવા સાચી હકીકતો છુપાવી હતી.તો કેટલાક ઉમેદવારો જરી સહીઓ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.પોતાની વિદ્ધના પેન્ડિંગ ફોજદારી કેસો જાહેર કર્યા ન હતા. જાતિના પ્રમાણપત્રોમાં પણ વિસંગતતા જોવા મળી હતી. તત્રં દ્રારા સુધારો કરવાની પૂરતી તક આપવા છતાં ઉમેદવારો ખામીઓ દૂર કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી તેમના ફોર્મ રદ કરવાના નિર્ણયને કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ્રતા કરી છે કે જો કોઈ પણ ઉમેદવારને ફરિયાદ હોય તો તેઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ 'ઇલેકશન પિટિશન' (ચૂંટણી પિટિશન) દાખલ કરવાની સ્વતંત્રતા ધરાવે છે. હાલના તબક્કે રાય ચૂંટણી પચં અને વહીવટી તંત્રને આ ચુકાદાથી મોટી રાહત મળી છે, અને હવે નિર્ધારિત સમયે જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આવતીકાલે રાયમાં યોજાનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણીને લઈને ગાંધીનગર વડોદરા સુરત સુરેન્દ્રનગર ભાવનગર બનાસકાંઠા થરાદ કચ્છ પોરબંદર વલસાડ સહિતના અનેક જિલ્લ ાઓ માંથી આવેલી અરજીઓના આધારે જસ્ટિસ એન એસ સંજય ગાવડા અને જસ્ટિસ જે એન્ડ ઓડેદરા ની ખડં પીઠે આકં વલણ અપનાવીને સ્થાનિક સ્વરાયની ચૂંટણીનો રસ્તો સાફ કરી દીધો છે.