BREAKING NEWS

પોરબંદરના ઉમેદવારનું મતદાર યાદીમાંથી ગાયબ થયેલું નામ ફરી દાખલ કરવા હાઇકોર્ટનો આદેશ

  • April 10, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. જોકે, ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કે જ મતદાર યાદીમાં ગેરરીતિ અને અનિયમિતતાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અનેક મતદારોના નામ યાદીમાંથી ગાયબ થવા અથવા રહેઠાણ બદલવા છતાં જૂના સ્થળે નામ ચાલુ રહેવા જેવી ફરિયાદોને પગલે ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ રીટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ કિસ્સાઓમાં સુનાવણી હાથ ધરી અરજદારોને મોટી રાહત આપી છે.
એક મહત્વના કિસ્સામાં, પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા એક સંભવિત ઉમેદવારનું નામ વિધાનસભાની યાદીમાં હોવા છતાં પાલિકાની યાદીમાંથી ગાયબ હતું. આ મામલે હાઈકોર્ટે હસ્તક્ષેપ કરી અરજદારનું નામ વોર્ડ નંબર–૯ની મતદાર યાદીમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ હોવાથી આ ચુકાદો ઘણો મહત્વનો ગણાય છે.તેવી જ રીતે, વાપીના એક વકીલ અને સંભવિત ઉમેદવાર સાથે પણ સમાન ઘટના બની હતી. સરવેની પ્રક્રિયા બાદ બ્લોક લેવલ ઓફિસર દ્રારા તેમનું નામ પાલિકાની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. હાઈકોર્ટે આ અરજી ગ્રાહ્ય રાખી તેમનું નામ વોર્ડ નંબર–૫માં સામેલ  કર્યેા છે.
દસ્કોઈથી  રહેવા ગયેલા એક અન્ય અરજદારે પણ બાયડની મતદાર યાદીમાં નામ દાખલ કરવા અરજી કરી હતી. આ કિસ્સામાં હાઈકોર્ટે અરજદાર પાસેથી એવી બાંહેધરી માંગી હતી કે તેઓ અમદાવાદની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. આ શરતે તેમની અરજી પણ માન્ય રાખવામાં આવી હતી.
હાઈકોર્ટના આ હત્પકમોથી સ્પષ્ટ્ર થાય છે કે તંત્રની ભૂલને કારણે કોઈ પણ નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ન્યાયતત્રં સજાગ છે.
મતદાર યાદીના આ વિવાદોએ વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે...




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News