BREAKING NEWS

ટ્રકમાં વાયરના બંડલની આડમાં ચોરખાનામાં છુપાવેલો 3.89 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

  • January 09, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં દારૂના દૂષણને નિસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશનર દ્વારા મહત્વની બ્રાન્ચો તેમજ જુદા જુદા ઝોનની પોલીસને કાર્યવાહી કરવાના કરેલા દેશના પગલે ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપીની સુચનાથી ડીસીબી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન કોઠારીયા રોડ લિજ્જત પાપડ સામે ટ્રકમાં વાયર ના બંડલની આડમાં ચોર ખાનામાં છુપાવેલો 3.89 લાખનો 156 બોટલ વિદેશી દારૂ સાથેનો જથ્થો ઝડપી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અને એસીપી બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરિમા પીએસઆઇ વી ડી ડોડીયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.


તે દરમિયાન ડીસીબીના દિલીપભાઈ બોરીચા, દીપકભાઈ ચૌહાણ,જયરાજભાઇને મળેલ ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા લિજ્જત પાપડ પાસે વોચ ગોઠવી હતી ટ્રકને ઝડપી લેતા વાયરના બંડલ ની આડમાં ચોરખાનામાં છુપાવેલો 156 બોટલ વિદેશી દારૂ કિંમત 3,89,160 નો તેમજ ટ્રક મળી કુલ 8,94,160 નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક ચંદનસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી.


ઝડપાયેલા ટ્રક ડ્રાઇવરની પૂછપરછમાં આ દારૂનો જથ્થો ગુડગાંવથી ટ્રકમાં ભરી વાયરના બંડલની આડમાં ચોરખાનામાં છુપાવેલો વિદેશી દારૂ રાજસ્થાનના અલવર થી રાજકોટના ટ્રકના માલિક વિક્રમસિંહ ચૌહાણએ ટ્રક ચાલક ભીલવાડા ના ખરેડા ખલિયા ના ચંદનસિંહ નેનુસિંગ રાવતને સોપ્યો હતો તેમજ આ દારૂ રાજકોટમાં ટ્રક માલિક વિક્રમસિંહ ચૌહાણ ડીલેવરી લેતે પૂર્વે જ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી આગળની કાર્યવાહી હાથધરી છે.


આ અંગેની કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.આર ગોંડલીયા, પીઆઇ મનોજ ડામોર, પીઆઇ સીએચ જાદવ, પીએસઆઇ વીડી ડોડીયા, હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, દિલીપભાઈ બોરીચા રાજેશભાઈ જ્ળુ,દિગપાલસિંહ જાડેજા, અમિત અગ્રાવત, સંજય રૂપાપરા, વિશાલ દવે સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application