BREAKING NEWS

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ 42.2°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, જાણો અન્ય શહેરોની સ્થિતિ

  • May 04, 2026 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. આજે 4 મે, 2026ના રોજ રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પારો ઊંચો જતા લોકો ગરમીથી બેહાલ થયા છે.


તાપમાનના મુખ્ય આંકડા:

આજના ડેટા મુજબ, રાજકોટ 42.2°C તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું છે. અન્ય શહેરોની સ્થિતિ નીચે મુજબ છે:




હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 10 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. મહત્તમ તાપમાન કોઈપણ પ્રકારનો મોટો બદલાવ જોવા મળશે નહીં. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પર પહોંચી જવાનું પૂર્વાનુમાન છે. 6 અને 7 તારીખે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવ રહેવાનું અનુમાન છે. 9 અને 10 તારીખે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. વધુમાં એ.કે.દાસે જણાવ્યું હતું કે, આજે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાશે.


બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી તથા પ્રવાહી આહાર લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે. ગરમીના વધતા જતા પારાને જોતા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application