ટીકર ગામમાં ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરતી હળવદ પોલી
હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો હળવદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ડિટેકટ કરી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીનાઓ સાથે આરોપીને ઝડપી પાડો છે. પોલીસે કુલ . ૩,૯૪,૦૫૭ ના મુદ્દામાલની સંપૂર્ણ વસૂલી કરી નોંધપાત્ર સફળતા મેળવી છે.
પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ તથા મોરબી જિલ્લ ા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અનડિટેકટ રહેલા ગુનાઓ ઉકેલવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.ન.ં ૦૧૦૩૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ ગુનો નોંધાયો હતો.ફરિયાદી સુરેશભાઇ કાનજીભાઇ મકવાણા, રહે. ટીકર (રણ), તા. હળવદએ તા. ૦૬–૦૭૦૨૨૦૨૬ દરમિયાન પોતાના રહેણાંક મકાનમાંથી અજાણ્યા ઇસમ દ્રારા આશરે સાડા પાંચ તોલા વજનના સોનાના દાગીનાઓની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.
સર્વેલન્સ ટીમની બાતમીથી આરોપી ઝડપાયો હળવદ પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી વિશાલ રમેશભાઇ ખાંભડીયા (ઉ.વ. ૨૧), રહે. ટીકર (રણ), તા. હળવદને ઝડપી પાડી તેના કબ્જામાંથી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીનાઓ જ કર્યા હતા.મુદ્દામાલ કુલ વજન: આશરે સાડા પાંચ તોલા સોના દાગીના કુલ કિંમત: . ૩,૯૪,૦૫૭–સોનાના અલગ–અલગ દાગીના પોલીસે આરોપી વિદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શ કરી છે. પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.
આ સમગ્ર કામગીરીમાં પીઆઈ આર.ટી. વ્યાસ, પીઆઈ ડી.વી. કાનાણી તથા પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઝડપી અને સચોટ કામગીરીથી હળવદ પોલીસે ફરી એકવાર કાયદો અને વ્યવસ્થામાં પોતાની કડક પ્રતિબદ્ધતા સાબિત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application