BREAKING NEWS

ગુજરાતની માથા દીઠ આવક 3,01,000: રાષ્ટ્રીય આવક કરતા ૬૦ ટકા વધુ

  • February 18, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાતમાં રોજગારીનું પ્રમાણ ઓછું છે અને બેકારી વધુ છે તેવી વાતો ભલે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવે પરંતુ નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે ગુજરાતની માથાદીઠ આવક 3,01,000 છે અને તે રાષ્ટ્રીય આવક કરતા ૬૦ ટકા વધુ છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે દેશના જીડીપીના કુલ હિસામાં ગુજરાતનો ફાળો 8.2% છે.


વધુ 3.15 લાખ આવાસ બંધાશે: 4272 કરોડની બજેટમાં જોગવાઈ

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકુ ઘર આપી ઘર સૌના માટેનો સંકલ્પ સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દિન દયાલ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ યોજના અંતર્ગત આ વર્ષે નવા ત્રણ લાખ 15 હજાર આવાસોનું બાંધકામ કરવામાં આવશે તેવી જાહેરાત નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટમાં કરી છે અને જણાવ્યું હતું કે આ માટે 4,272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા 869 કરોડ બજેટમાં ફાળવાયા

વિવિધ નિગમો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 1,35,000 થી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન અને આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગવંતી બનાવવા માટે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં 869 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નવી 2000 આંગણવાડીઓ બનાવાશે

ગુજરાત સરકારે તેમના બજેટમાં નવી 2000 આંગણવાડીઓના નિર્માણ માટે 360 કરોડની જોગવાઈ કરી છે. અત્યારે ગુજરાતમાં 53,000 થી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવા મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે તેના ભૌતિક અને ડિજિટલ માળખામાં માળખામાં 2000 નવી આંગણવાડીનો વધારો કરવામાં આવી રહ્યો છે.


પીએમજેએવાય માટે બજેટમાં 3472 કરોડની જોગવાઈ

ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટેની નેમના એક ભાગરૂપે રાજ્ય સરકારે તેમના આ વર્ષના બજેટમાં પીએમ જે એવાય માટે 3472 કરોડ ફાળવ્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) હેઠળ બે કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે.

ભાવનગર, જામનગર, સુરતમાં આઇવીએફ સેન્ટર ઊભા કરાશે

અમદાવાદ ખાતે કાર્યરત ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના વિસ્તૃતિકરણ તથા જામનગર ભાવનગર અને સુરતમાં આવા સેન્ટરો શરૂ કરવા માટે સરકારે નિર્ણય લીધો હોવાની જાહેરાત નાણામંત્રીએ તેમના આજના બજેટમાં કરી હતી.


નવા 121 અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ થશે, ધનવંતરી રથની સંખ્યામાં 50 નો વધારો કરાશે

બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના અત્યારે અમલમાં છે. તેમાં નવા 121 કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રમયોગીઓને બાંધકામના સ્થળે જ આરોગ્યની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે 154 ધનવંતરી આરોગ્ય રથ અત્યારે કાર્યરત છે તેમાં વધુ 50 ઉમેરવામાં આવશે અને તેના માટે બજેટમાં કુલ રૂપિયા 260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા અઢી લાખથી વધારી 6 લાખ કરીવિદ્યાર્થીઓને અપાતી માસિક સહાયમાં પણ રૂપિયા 340 નો વધારો

કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને કુમારોમાં વાર્ષિક રૂપિયા અઢી લાખની આવક મર્યાદા શિષ્યવૃત્તિ માટે નક્કી કરવામાં આવી છે. સરકારે હવે વિદ્યાર્થીઓ માટેની આવક મર્યાદા જે અઢી લાખ હતી તે વધારીને 6 લાખ કરી છે.

આવી જ રીતે આદી જાતી અનુસૂચિત જાતિ વિકસતી જાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા બે 77552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય રૂપિયા 2160 માં રૂપિયા 340 નો વધારો કરી 2,500 કરવામાં આવી છે.

ગાંધીનગરમાં દેશની સૌથી મોટી આધુનિક નમો લાઇબ્રેરી બનાવાશે

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના બજેટ પ્રવચનમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સૌથી મોટી અને આધુનિક ગણાય તેવી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ગાંધીનગરમાં કાપવામાં આવશે અને તેમાં અભ્યાસ તથા વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે આ પ્રોજેક્ટ માટે બજેટમાં 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત આદિ જાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકામાં આવી લાઈબ્રેરી સ્થાપવામાં આવશે.


દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન માટે એલાઉનસ અપાશે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે 250 કરોડની જોગવાઈ

દિવ્યાંગો વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તકલીફ નો સામનો ન કરવો પડે તે માટે પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ અને એક્સકોર્ટ એલાઉન્સ આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીબનો વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશમાં રસ વધેલ છે અને તેના કારણે છેલ્લા બે વર્ષમાં પ્રવેશમાં 19 ટકાનો વધારો થયો છે આ વધારો જળવાઈ રહે તે માટે બજેટમાં 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


રાજકોટ સહિત ચાર શહેરોમાં સ્ટાર્ટઅપ માટે આઈ -હબના રીજનલ સેન્ટર સ્થપાશે

એમએસએમઈ માટે 1775 કરોડની બજેટમાં જોગવાઈ: 25 જીઆઇડીસી આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવાશે

સ્ટાર્ટ અપ માટે અત્યારે અમદાવાદ ખાતે ઉભી કરવામાં આવેલી આઇ હબની ગુજરાતના અન્ય ચાર મહા નગરમાં વિસ્તારમાં આવશે તેવી જાહેરાત નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના પ્રવચન દરમિયાન કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે અમદાવાદમાં આવું સેન્ટર જે આગામી દિવસોમાં રાજકોટ મહેસાણા વડોદરા અને સુરતમાં આવા રિજનલ સેન્ટર શરૂ કરવામાં આવશે અને તે માટે બજેટમાં રૂપિયા 80 કરોડની જોગવાઈ અત્યારે કરવામાં આવી છે.

યુવાનોને વિચારતથી વ્યવસાય સુધીનું પ્રોત્સાહન મળી રહે નવીન વિચાર શક્તિ ટેકનોલોજી પ્રત્યેની અભિરુચિ અને સાહસના કારણે અત્યાર સુધીમાં ગુજરાતમાં 16,000 જેટલા સ્ટાર્ટઅપ નોંધાયા છે. જેના પરિણામે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી બેસ્ટ પર્ફોર્મર સટેટનું એવોર્ડ મળ્યો છે.

દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૯ ટકા ના યોગદાન સાથે ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મહત્વનું નાના અને મધ્યમ ઉદ્યોગનું સિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ એમએસએમઇ રજીસ્ટ્રેશન ગુજરાતમાં થયું છે. આવા એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ એમએસએમની માટે 1775 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં 25 જીઆઇડીસી ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે તેમાં 1,250 કરોડના રોકાણથી પાણી વીજળી ગેસ અને ડિજિટલ નેટવર્કની સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત 50 કરોડના રોકાણ થી 120 મિનિ જીઆઇડીસી ના નવીનીકરણનું પણ આયોજન છે.

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ૪૨૯ કરોડની જોગવાઇ

ગુજરાતે ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ લોન્ચો કરી દેશમાં ક્લાઇમેટ સૂચકાંકો સંબંધિત માહિતી જિલ્લા સ્તરે પ્રદર્શિત કરતું પોર્ટલ બનાવનાર દેશના પ્રથમ રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે. સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે રૂ.૨૭૮ કરોડની જોગવાઇ બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા

રૂ.૧૬ કરોડની જોગવાઇ. ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે જેવી ૭૦ જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે રૂ.૧૨ કરોડની જોગવાઇ. રાજ્યની શાળાના બાળકોમાં Climate Experimental Learning Module દ્વારા મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા રૂ.૯ કરોડની જોગવાઇ. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા હસ્તકના સ્મશાનગૃહોમાં ૧૨૦૦ સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા રૂ.૭ કરોડની જોગવાઇ.ગુજરાતમાં ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે રૂ.૫ કરોડની જોગવાઇ.રાજ્યની સરકારી ઇમારતો પર સ્થાપિત સોલાર રૂફટોપ/વિન્ડ/હાઈબ્રીડ સિસ્ટમ માટે મોનિટરિંગ વ્યવસ્થા માટેનું આયોજન.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application