ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એક્સૂત્રતાના તાંતણે બાંધવા માટે વિરપુર ખાતે મળેલી અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા તેમજ પ્રદેશ સંમેલનમાં સર્વાનુમત્તે થયેલા નિર્ણય મુજબ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ નામક નવી સંસ્થાની નોંધણી કેન્દ્ર સરકારના પ્રસ્થાપિત કાયદા હેઠળ કરી લીધા પછી લોહાણા સમાજના આ પ્રદેશ સંગઠ્ઠન ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હોવાનું સંસ્થાના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું છે.
આ અંગેના નિવેદનમાં ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું છે કે, સંત શિરોમણી પૂ. જલારામબાપા આશિર્વાદથી યાત્રધામ વિરપુર ખાતે તા. ર૯-૦૯-ર૦ર૪ ના રોજ અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા તથા અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટની મિટીંગ તેમજ રાજયભરના રઘુવંશી લોહાણા સમાજનું મહાસંમેલન મળ્યું હતું. જેમાં સર્વાનુમતે થયેલા ઠરાવ મુજબ કેન્દ્ર સરકારના પ્રસ્થાપિત કાયદા હેઠળ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમની નોંધણી કરાવવામાં આવી છે અને હવે આ સંસ્થાના નેજા હેઠળ રાજયભરમાં સમાજની એક્તા - પ્રગતિ માટે વિવિધ કાર્યો કરવામાં આવશે.
આ સાથે જ સમાજના સંગઠ્ઠનને વધુ મજબુત બનાવવાની દિશામાં પણ કાર્યવાહી કરીને મારી જવાબદારીને ન્યાય આપવા પૂરતા પ્રયાસોના ભાગરૂપે પૂ. વિરબાઈ માં તથા પૂ. સંત ભોજલરામ બાપાના આશિર્વાદથી ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના ભૌગોલીક રીતે ૯ વિભાગ કરીને નવા પ્રમુખ ઉપરાંત ૪૯ હોદ્દેદારો જેમાં ગુજરાતના ઉપપ્રમુખો શૈલેષ્ાભાઈ સોનપાલ, રાજુભાઈ પોબારૂ, હિમાંશુભાઈ ઠકકર, યોગેશભાઈ ઉનડકટ, અતુલભાઈ પાવાગઢી, ફરસુભાઈ ગોકલાણી, અરવિંદભાઈ પાબારી, રાજુભાઈ શિંગાળા, ધારાશાસ્ત્રી અવનિશભાઈ ઠકકર અને આઉટ ઓફ સ્ટેટ ઉપપ્રમુખોમાં અજયભાઈ વડેરા અને ભરતભાઈ દાનાણી તેમજ આઉટ ઓફ ક્ધટ્રીના ઉપપ્રમુખો તરીકે ભાસ્કરભાઈ કોટેચા અને જીતુભાઈ તન્નાની વરણી જાહેર કરતા આનંદ અને ગૌરવ અનુભવુ છું.
આ ઉપરાંત સંસ્થાના મંત્રી તરીકે જામનગરના રમેશભાઈ દત્તાણી તેમજ સહમંત્રી પદે જામનગરના હિતુલભાઈ કારીયા તથા ખજાનચી તરીકે દિનેશભાઈ મારફતીયા અને સહ ખજાનચી તરીકે ધ્રોલના ભાવિનભાઈ અનડકટને નિમણુંક આપવામાં આવી છે. જયારે સંગઠ્ઠન મંત્રીઓ તરીકે કાલાવડ સ્થિત ઋષ્ાીભાઈ નથવાણી, જામનગરના ગોવિંદભાઈ મોરઝરીયા અને પોરબંદરના ગોવિંદા ઠકરારને જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રચાર-પ્રસાર મંત્રી તરીકે જામનગરના કૈલાશભાઈ બદિયાણી અને કાર્યાલય મંત્રી તરીકે જામનગરના સુરેશચંદ્ર રાડીયાની વરણી કરવામાં આવી છે.
ગુજરાત રધુવંશી લોહાણા સમાજ ફોરમના માર્ગદર્શક અને સલાહકાર તરીકે સુપ્રિમ કોર્ટના નિવૃત જજ સી.જે. ઠકકર તેમજ જામનગરના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપરીયા રહેશે.
આ ઉપરાંત ગુજરાત રાજયના સંગઠ્ઠન માળખામાં ઉપપ્રમુખો સાથે જિલ્લાવાર પ્રમુખોની પણ વરણી કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ સુરતના શૈલેષ્ાભાઈ સોનપાલને દક્ષ્ાિણ ગુજરાત ઝોનની જવાબદારી અને દક્ષ્ાિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં સુરત જિલ્લા પ્રમુખ તરીકે ચંદુભાઈ ખખ્ખર, ભરૂચ-નર્મદા જિલ્લા પ્રમુખપદે નરેશભાઈ પુજારા (અંકલેશ્ર્વરવાળા), નવસારી જિલ્લા પ્રમુખ તરીકે ઉમેશભાઈ (રાજુભાઈ) ઉનડકટ, ડાંગ-તાપી જિલ્લા પ્રમુખ પદે શૈલેષ્ાભાઈ દેવાણી (વ્યારા) અને વલસાડ જિલ્લા પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ માખેચાની નિમણુંક કરવામાં આવી છે, એવી જ રીતે ઉપપ્રમુખ આણંદના અતુલભાઈ પાવાગઢીને મધ્ય ગુજરાત ઝોનની જવાબદારી અને જુદા-જુદા જિલ્લાના પ્રમુખો તરીકે કલ્પેશભાઈ મૃગ (વડોદરા), ખંભાતના એડવોકેટ રમણીકલાલ હિરાલાલ ઠકકર (આણંદ), ગોધરાના ચેતનભાઈ સોઢા (પંચમહાલ), નડીઆદના મહેશભાઈ ઠકકર (ખેડા-મહીસાગર), બોડેલીના અરવિંદભાઈ ઠકકર (છોટાઉદેપુર) ને જવાબદારી સોંપવામાં આવી છે.
આ તકે ઉપપ્રમુખ રાધનપુરના ફરસુભાઈ ગોકલાણીને ઉત્તર ગુજરાતની જવાબદારી અને જિલ્લા પ્રમુખો તરીકે નેહુલભાઈ જગદીશભાઈ ઠકકર (મહેસાણા-અરવલ્લી), ડીસાના નિલેશભાઈ ઠકકર (બનાસકાંઠા), હિતેશભાઈ ઠકકર (પાટણ), અને હિંમતનગરના વિપુલભાઈ ઠકકર (સાબરકાંઠા) ને નિમણુંક આપવામાં આવી છે, તેમજ ઉપપ્રમુખ અમદાવાદના હિમાંશુભાઈ ઠકકરને અમદાવાદ (કર્ણાવતી) ઝોનની જવાબદારી અને જિલ્લા પ્રમુખ તરીકે ભરતભાઈ માવાણી અને ભરતભાઈ ઠકકરને ગાંધીનગર જિલ્લાના પ્રમુખ તરીકે વરાયા છે.

આ ઉપરાંત ઉપપ્રમુખ રાજકોટના રાજુભાઈ પોબારૂને સૌરાષ્ટ્ર ઝોન-૧ની જવાબદારી અને જિલ્લાઓમાં વિરપુરના નરેશભાઈ ચાંદ્રાણી (રાજકોટ જિલ્લા), મુકેશભાઈ ગોવાણી (સુરેન્દ્રનગર જિલ્લા) પ્રમુખ તરીકે નિમણુંક આપવામાં આવી છે, તેમજ ઉપપ્રમુખ બારાડીના અરવિંભાઈ પાબારીને સૌરાષ્ટ્ર ઝોન-ર ની જવાબદારી અને જિલ્લામાં જામનગરના ભરતભાઈ સી. મોદી (સાબુવાળા)ને જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે અને ઓખાના મોહનભાઈ બારાઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ તરીકે વરાયા છે.
આ ઉપરાંત ઉપપ્રમુખ તલાલાના યોગેશભાઈ ઉનડકટને સૌરાષ્ટ્ર ઝોન-૩ ની જવાબદારી અને જિલ્લાઓમાં એડવોકેટ જયકિશનભાઈ દેવાણી (જુનાગઢ), સાગરભાઈ મોદી (પોરબંદર) અને કેતનભાઈ ચાંદ્રાણી (ગીર સોમનાથ) ને જિલ્લા પ્રમુખ તરીકે વરાયા છે.
સૌરાષ્ટ્ર ઝોન-૪ની ઉપપ્રમુખ અમરેલીના રાજુભાઈ શિંગાળાને જવાબદારી સોંપવામાં આવેલ છે, કચ્છ ઝોન માટે ઉપપ્રમુખ ભુજના એડવોકેટ અવનીશભાઈ ઠકકરને જવાબદારી સોંપવામાં આવેલ છે, તેમજ આઉટ ઓફ સ્ટેટ ગુજરાતની જવાબદારી ઉપપ્રમુખો ગોંદિયા-મહારાષ્ટ્રના અજયભાઈ વડેરા તેમજ મુંબઈના ભરતભાઈ દાનાણીને સોંપવામાં આવેલી છે, તદ્દઉપરાંત આઉટ ઓફ ક્ધટ્રીની ઉપપ્રમુખો યુગાન્ડાના ભાસ્કરભાઈ કોટેચા અને દુબઈ-મસ્ક્તના જીતુભાઈ તન્નાને સોંપવામાં આવેલી છે.
આ અંગેના અખબારી નિવેદનમાં ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું છે કે, આ નિમણુંક ઉપરાંત બાકી રહેતી પદાધિકારીઓની વરણીઓ ટુંક સમયમાં કરીને રાજયભરમાં લોહાણા સમાજના સંગઠ્ઠનને વધુ સક્રિય અને ચેતનવંતુ બનાવવાની દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.