BREAKING NEWS

જામનગર  : અક્ષ્મય બેદરકારી..૧૧૦ સરકારી શાળાએ ગ્રાન્ટમાંથી ફદીયાનો ખર્ચ કર્યો નહીં..!

  • November 11, 2025 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર જિલ્લાની ૧૧૦ સરકારી શાળાએ શૈક્ષણીક ગુણવતા સુધારણા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટમાંથી ફદીયાનો ખર્ચ ન કરતા આ અક્ષ્મય બેદરકારીથી શિક્ષણજગતમાં ચકચારની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. બીઆરસી, સીઆરસી, એસએમસી અને એસએમડીસી દ્રારા ગ્રાન્ટમાંથી કોઇ પણ પ્રકારનો ખર્ચ ન કરી ઘોર ઉદાસીનતા દાખવામાં આવતા આમા કયાંથી ભણે જામનગર તે સળગતો સવાલ ઉઠ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં ખાનગી શાળાઓના વ્યાપારીકરણ વચ્ચે સરકારી શાળાઓમાં અભ્યાસનું સ્તર ભારે કથળતા વાલીઓ રીતસર પીસાઇ રહ્યા છે. 


જામનગર જિલ્લા પ્રોજેકટ કચેરી સમગ્ર શિક્ષા દ્રારા તમામ બીઆરસી, સીઆરસી, એસએમસી અને એસએમડીસીને એસએનએ-૦૨ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ફાળવવામાં આવેલી ગ્રાન્ટ લીમીટ સામે શૂન્ય ખર્ચ સબબ પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યાનુસાર ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણીક ગુણવતા સુધારણા તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ-અલગ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. આ કાર્યક્રમોનું સુચારૂ અમલીકરણ થઇ શકે તે માટે કરવાની થતી વિવિધ પ્રવૃતિઓ માટે સમગ્ર શિક્ષા કચેરીને વિવિધ પ્રકારની ગ્રાન્ટની આપવામાં આવે છે. સમગ્ર શિક્ષા અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં જામનગર જિલ્લા પ્રોજેકટ કચેરી સમગ્ર શિક્ષા દ્વારા જિલ્લાના તમામ બીઆરસી, સીઆરસી, એસએમસી તથા એસએમડીસી કક્ષાએ વિવિધ પ્રવૃતિ માટેની ગ્રાન્ટની લીમીટ ફાળવવામાં આવી હતી. જેની સામે એસએનએ-૦૨નો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે.


કારણ કે, આ રિપોર્ટમાં સામેલ લીસ્ટ મુજબ જામનગર શહેર-જિલ્લાની ૧૧૦ સરકારી શાળાઓમાં બીઆરસી, સીઆરસી, એસએમસી તેમજ એસએમડીસી દ્રારા ઓકટોબર મહીનાના અંતની સ્થિતિએ ગ્રાન્ટમાંથી ફદીયું પણ વાપરવામાં આવ્યું નથી એટલે કે શૂન્ય ખર્ચ થયો છે. 


શહેર-જિલ્લામાં એક, બે નહીં પરંતુ અધધ ૧૧૦ સરકારી શાળામાં ગ્રાન્ટમાંથી કોઇ ખર્ચ કરવામાં ન આવતા ગ્રાન્ટના ખર્ચ અનેે ખર્ચ થાય છે કે કેમ તે જોવાની જવાબદારી જેના શીરે છે તે અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં આવી છે. બીજી બાજુ સરકારી શાળાઓમાં ગ્રાન્ટની ફાળવણીમાં કેવી લાલિયાવાડી ચાલી રહી છે તે વધુ એક વખત ઉજાગર થઇ છે. આમ છતાં જવાબદારો સામે દાખલારૂપ અને શિક્ષાત્મક પગલાં લેવાને બદલે રીતસર છાવરવામાં આવતા આ પ્રકારની બેદરકારી ઘટવાને બદલે દિન-પ્રતિદિન વકરી રહી છે. કારણ કે, સરકારી શાળાઓમાં શૈક્ષણીક સુધારણા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ-અલગ પ્રવૃતિ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી ૧૧૦ સરકારી શાળામાં એક પૈસો પણ ખર્ચ થયો નથી ત્યારે જિલ્લા શિક્ષાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ખર્ચ ન થવાના કારણો તથા આગામી સમયમાં ખર્ચના આયોજનની વિગતો ૪ દિવસમાં પૂરી પાડવા તાકીદ કરી સંતોષ માની લેતા શિક્ષણ જગતમાં આ મુદો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૩ સહીત આ સરકારી શાળાએ ગ્રાન્ટમાંથી એક પૈસાનો ખર્ચ કર્યો નથી

જામનગર જિલ્લા પ્રોજેકટ કચેરી સમગ્ર શિક્ષા દ્રારા બીઆરસી, સીઆરસી, એસએમસી તથા એસએમડીસીને જે પત્ર પાઠવવામાં આવ્યો છે તેમાં જે સરકારી શાળાઓએ ગ્રાન્ટમાંથી કોઇ ખર્ચ કર્યો નથી તેની યાદીનો સમાવેશ થાય છે. જેમાં બીઆરસી ધ્રોલ, સીઆરસી ડીસી સિકકા, સીઆરસી ધ્રોલ-૧, કાલાવડ ક્ધયા શાળા નં.૨, ખીજડીયા પ્રાયમરી શાળા, કોઠારીયા પ્રા.શાળા, લૈયાળા વાડી શાળા, લતીુપર વાડી શાળા નં.૧-૩-૬, મચ્છુનગર પ્રા.શાળા, મોડપર વાડી શાળા-૫, મોટા ગરેડીયા પ્રા.શાળા, મોટી માટલી પ્રા.શાળા, રાજપર પ્રા.શાળા, રણજીતર પ્રા.શાળા, સ્કૂલ મેનેજમેન્ટ કમીટી બેડીયા, રાજડા, બોડી,ચેલાબેડી,મોરવાડી,સાવલી,વઝીર ખાખરીયા, જાબુંડા તા.શાળા, સચાણા કુમાર શાળા, આમરા ક્ધયા અને તાલુકા શાળા,આંબરડી ભૂપત એસએમસી, આરબલૂસ વાડી પ્રા.શાળા,બાવરીદડ એસએમસી,બક્ષીપંચ આશ્રમ શાળા-અલીયા, બોરીયાનેસ એસએમસી,ચારણતુંગી વાડી શાળા,દરેડ તાલુકા શાળા,દેવગઢ પ્રા.શાળા,દેવપુર એસએમસી,ધાર વાડી શાળા લાખાબાવળ,ડોકામરંનદશ એસએમસી, ઘુનડા એસએમસી, ગોવાણા વાડી શાળા-૨,હરીપર એસએમસી,જુનાલાલવાનેસ એસએમસી, જુવાનપર અને કલ્યાણપુર પ્રા.શાળા એસએમસી, કાનાછીકારી પ્રા.શાળા,કાનવીરડી પ્રા.શાળા,ખંઢેરા એસએમસી,ખટીયા પ્રા.શાળા,કોઠાવીરડી એસએમસી,લાખાબાવળ ક્ધયા શાળા,લલોઇ અને લુણવાસર એસએમસી,માખાકરોડ પ્રા.શાળા,મસીતીયા પ્રા.શાળા,મેથાણ એસએમસી,મેથીયા પ્રા.શાળા, મેવાસા વાડી એસએમસી, મોડપર પ્રા.શાળા, મોટાખડબા વાડી-૩, મોટાલખીયા વાડી શાળા, મોટાપાંચેસરા પ્રા.શાળા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૨૯,૫૦,૫૯, નાના બાદનપુર એસએમસી, નવા નાગના કુમાર શાળા, નવા નાઘુના પ્રા.શાળા, નવા વીરપર પ્રા.શાળા,પીપરટોડા તાલુકા શાળા, રાજવડ વાડી શાળા, સણોસરા વાડી શાળા-૧,સણોસરી તાલુકા શાળા, સરમત વાડી શાળા, સરમતભુંગા શાળા, સીદસર એસએમસી, કનસુમરા પ્રા.શાળા, સોગઠી એસએમસી, ટેભડા પ્રા.શાળા, વાલાસણ  અને વીભાણીયા એસએમસી, વીભાપર પ્રા.શાળા, વીજયપુર પ્રાયમરી અને પ્રાથમિક શાળા, વીરપર પ્રા.શાળા, વીરવાવ એસએમસી, ઝાંખર પ્રા.શાળા, ગલાપાદર  અને રવેસીયા એસએમસી, ટાંકાજલનેશ પ્રા.શાળા, અંબાલા પ્રા.શાળા, આશ્રમ શાળા-ધ્રોલ, દેદકદડ તા.શાળા, ધરમપુર પ્રા.શાળા, ધ્રોલ વાડી શાળા ૧-૩, ધુતારપર ભોલેશ્વર પ્રા.શાળા, ડો.આંબેડકર પ્રા.શાળા,જાલીયાદેવાણી પ્રા.શાળા, ગઢડા પ્રા.શાળા, નાંદૂરી સરકારી હાઈસ્કૂલ, પીપરટોડા સરકારી હાયર સેક્ધડરી શાળા, રાજકીય સંસ્કૃત પાઠશાળા, બબરજર હાઇસ્કૂલ, ભણગોર સરકારી હાયર સેક્ધડરી શાળા, હરધ્રોલ સરકારી હાઇસ્કૂલ, કુન્નડ સરકારી હાઇસ્કૂલ, પરવડા હાઇસ્કૂલ, શ્રી ધ્ગ્વિીજયસિંહજી ન્યુ સરકારી શાળાનો સમાવેશ થાય છે. 


ગ્રાન્ટના કુલ રૂ.૧૮.૭૮ લાખ બિનઉપયોગી પડ્યા રહ્યા, આમાં કયાંથી ભણે જામનગર

જામનગરમાં સમગ્ર શિક્ષા અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં બીઆરસી, સીઆરસી, એસએમસી અને એસએમડીસીને ગ્રાન્ટની ફાળવણી પીએફએમએસ દ્વારા કરવામાં આવી છે. પરંતુ પીએફએમએસ રીપોર્ટ અનુસાર તા.૪-૧૧-૨૦૨૫ની સ્થિતિએ  શહેર-જિલ્લાની ૧૧૦ સરકારી શાળાઓમાં ગ્રાન્ટમાંથી શૂન્ય ખર્ચ કરવામાં આવ્યો છે.

​​​​​​​જેમાં બીઆરસી ધ્રોલ-૧ને ફાળવેલી રૂ.૧,૬૧,૫૦૦, સીઆરસી-૨ની રૂ.૩૫૦૦૦, એસએમસી-૯૬ની રૂ.૧૪,૮૯,૦૦૦ અને એસએમડીસી-૧૧ની રુઈ.૧,૯૧,૦૦૦ની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. આમ સરકારી ગ્રાન્ટના કુલ રૂ.૧૮,૭૮,૫૦૦ વણવપરાયેલા એટલે કે બિનઉપયોગી પડ્યા રહેતા આમા કયાંથી ભણે જામનગર તે સવાલ વધુ એક વખત ઉઠ્યો છે. ​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application