જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાનાલુસ-ઓખા રેલ્વે ડબલ ટ્રેક માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ. ૧૪પ૭ કરોડની મહત્વાકાંક્ષી યોજનાને ગ્રીન સીગ્નલ આપી દેવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે આ યોજના સાકાર કરવા માટે સાંસદ પૂનમબેન માડમ તરફથી અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
જામનગર-હાલારને કેન્દ્ર સરકાર દ્વારા આંતર માળખાગત સુવિધામાં ખૂબ જ ઉપયોગી અને મેગા રેલ્વે પ્રોજેકટની ભેટ પીએમ ગતિશકિત નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત મળવાની જાહેરાત આપણા સૌ માટે આનંદ અને ગૌરવપ્રદ બાબત બની રહી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આપણા છેવાડાના ગણાતા હાલારના બન્ને જીલ્લામાં કલ્પના પણ ન કરી હોય તેવા વિકાસ કામોની ભેટ ધરી છે. જેમાં સીગ્નેચર બ્રીજ,ગ્લોબલ ટ્રેડીશનલ મેડીસીન રીસર્ચ સેન્ટર જેવા મહત્વના અને વિશ્ર્વમાં જેની ગણના થાય તેવા વિકાસ કામોની ભેટ આપણને મળી છે. આજે હાલારનું નામ કેન્દ્રમાં અને રાજય સરકારમાં અતિ મહત્વના ભૌગોલીક જીલ્લા તરીકે પ્રસ્થાપીત થયુ છે અને મારા સંસદસભ્યના કાર્યકાળમાં જ હાલારની દરેક રજુઆતો, જરૂરીયાતો, સુવિધાઓને કેન્દ્ર સરકારે મંજુર કરી છે અને હાલારની જનતાની દરેક બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ચારે તરફ સર્વાંગી વિકાસની દીર્ધદ્રષ્ટીનો અભિગમ, નિર્ણય શકિત અને ખાસ કરીને દેશના છેવાડા સુધી તમામ સુખ-સુવિધા મળી રહે તેવા કામોને ઝડપથી પૂર્ણ કરવાની કટીબધ્ધતાનો અનુભવ સમગ્ર દેશવાસીઓ કરી રહ્યા છે.
દેશના વિકાસમાં સૌથી મહત્વનું પરીબળ હોય તો તે છે રોડ, રેલ્વે, હવાઈ માર્ગની આંતર માળખાગત પરિવહન સુવિધાની પૂર્તિ કરવી. રેલ્વે દ્વારા હાલારના બન્ને જીલ્લાની વાત કરીએ તો છેલ્લા ૧૦ વર્ષમાં દેશના દરેક મોટા શહેર દેશના ત્રણેય છેવાડાના સ્થળો સુધી લાંબા અંતરની ટ્રેનો મળી છે. આ ટ્રેનોની ફીકવન્સી અને ઝડપ વધારવા અને ખર્ચ ઘટાડવા ઈલેકટ્રીકીકેશનનું નેટવર્ક વિસ્તરી રહય છે. જેમાં હવે તો ઓખા સુધી અને બીજી તરફ પોરબંદર સુધી ઈલેકટ્રીકીકેશન થઈ ગયું છે. પેસેન્જર ટ્રેનોની ફીકવન્સી વધારવા માટે સૌ કોઈ માંગણી કરી રહયા છે ત્યારે વધુને વધુ ટ્રેનોને દોડાવવા માટે ડબલ ટ્રેકની જરૂર પડી રહી છે. ત્યારે રાજકોટથી કાનાલુસ અને હવે કાનાલુસથી ઓખા સુધી રેલ્વેના ડબલ ટ્રેકના વિકાસ કામની મંજુરી મળી ગઈ છે. આ ડબલ ટ્રેકની લંબાઈ ૧૫૯ કિ.મી. છે. જેમાં સાત મેજર બ્રીજ આવે છે અને ૧૨ સ્ટેશનોને સાંકળી લેશે.
રાજકોટથી કાનાલુસ સુધીના ડબલ ટ્રેકનું કામ લગભગ ૭૦% જેટલુ પૂર્ણ થયું છે અને આગામી જુન-૨૦૨૮ માં આ કામ પૂર્ણ થવાની ધારણા છે. ત્યારે કેન્દ્ર સરકારે કાનાલુસથી ઓખા સધી ડબલ ટ્રેકના કામને મારી ભારપૂર્વકની રજુઆતને વ્હેલાસર સફળતા મળી છે અને કેન્દ્ર સરકારે આ કામ માટે રૂ.૧૪૫૭ કરોડની ફાળવણી કરી છે. અર્થાત હવે આ કામ પણ ટુંક સમયમાં શરૂ થઈ જશે.
ઓખાથી દ્વારકા, દ્વારકાથી ખંભાળીયા-વાડીનાર, ખંભાળીયાથી કાનાલુસ-જામનગર સુધીના પટ્ટામાં ભારતની મહાકાય ઓઈલ રીફાઈનરીઓ તેમજ અન્ય મોટા ઉદ્યોગોના કારણે ગુડઝ ટ્રેન, ટેન્કર ટ્રેનની વ્યાપક અવર-જવર રહે છે.
હાલના સંજોગોમાં આપણે સૌ જાણીએ છીએ કે માલ-સામાન-ઓઈલ-પેટ્રોલ-ડીઝલના પરિવહનને પણ મહત્વ આપવ જ પડે છે. જેના કારણે પૂરતો ટ્રાફીક મળી રહેવાની ખાત્રી હોવા છતા આપણને રાજકોટ સુધી કે અમદાવાદ ટર્મીનેટ થનારી ટ્રેનોને જામનગર-દ્વારકા-ઓખા સુધી લંબાવી શકતા નથી જેથી રાજકોટથી ઓખા સુધી ડબલ ટ્રેકની પ્રાથમિકતા સાથે અતિ મહત્વની જરૂરીયાત હતી, જે હવે આગામી ત્રણ-ચાર વર્ષમાં પરિપુર્ણ થશે તેવો વિશ્ર્વાસ છે જેથી ટેન્કર/ગુડઝ ટ્રેનના અવર-જવરને અસર ન થાય અને ઉલ્ટાની તેની ફીકવન્સી પણ વધે તે રીતે પેસેન્જર ટ્રેનોના ક્રોસીંગની સમસ્યા, સીંગલ ટ્રેકના કારણે ખાલી ટ્રેક નહી મળવા જેવી બાબતોના પણ છેદ ઉડી જશે. ઈલેકટ્રીકીકેશન અને ડબલ ટ્રેક થઈ જવાથી હાલારના બન્ને જીલ્લાને ટ્રેનોની મહતમ અને શ્રેષ્ઠ સુવિધાઓ મળશે તે દ્રષ્ટીએ હાલારને રેલ્વે ક્ષેત્રે મળેલી આ વિકાસ કામની ભેટ આપણા સો માટે એતિહાસીક બની રહેશે.
હાલારના બન્ને જીલ્લામાં કેન્દ્ર સરકારના નેશનલ હાઈવેનો પ્રોજેકટ, કોસ્ટેલ હાઈવેનો પ્રોજેકટ, હાલારના રેલ્વે સ્ટેશનોને આધુનીક બનાવવાના કામ, જામનગરના એરપોર્ટનું અપગ્રેડેશન, દ્વરકામાં એરપોર્ટનું નિર્માણ જેવા વિકાસ કામો પુર ઝડપે થઈ રહયા છે. આ તકે એટલુ જરૂર કહીશ કે મારા સંસદસભ્યના કાર્યકાળમાં કદાચ ગુજરાતમાં અન્ય તમામ સંસદીય મતક્ષેત્રો કરતા સૌથી વધુ કિમંતના અને સૌથી વધુ મહત્વના લોકોપયોગી વિકાસ કામો મંજુર થયા છે, પુર્ણ થયા છે અને બાકીના પ્રોજેકટના કામ પુરજોશમાં ચાલી રહયા છે.
કાનાલુસ થી દ્વારકા-ઓખા સુધીના રૂ.૧૪૫૭ કરોડના મેગા પ્રોજેકટને મંજુરી મળે છે તે માટે હાલારની જનતાનો, હાલારના જાગૃત નાગરીકો અને સંસ્થાઓ વતી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્દીય રેલ્વે મંત્રી અશ્ર્વીની વેષ્ણવનો આભાર વ્યકત કર્યો હતો.
કાનાલુસ-ઓખા ડબલ ટ્રેકની સવિધાથી મળનારા ફાયદા
રાજકોટ થી કાનાલુસ અને હવે કાનાલુસ થી દ્ારકા-ઓખા સધી રેલ્વે ઈલેકટ્રીકીકેશન સાથે ડબલ ટ્રેકની સુવિધા મળવાથી આગામી ટુંક સમયમાં જ ખાસ કરીને ખાધ મીઠા ઉધોગના ઉત્પાદનનું પરીવહન ઝડપી બનશે અને તેના કારણે આ ઉધોગથી આર્થિક વૃઘ્ધીમાં મોટો વધારો થશે.
આ ઉપરાંત ઓખા બંદર તથા સલાયા બંદરે થી રેલ્વે દારા માલ પરીવહનમાં વધારો થવાથી આ બન્ને બંદરોના વિકાસ સાથે આર્થિક મજબતીકરણ થશે. ડબલ ટ્રેકની સુવિધા મળવાથી અંદાજે પ્રતિ વર્ષ ૧૧ મીલીયન ટનનો ફેઈટ ટ્રાફીક વધશે.
વિશ્વનું સપ્રસિધ્ધ જગતમંદિર દ્વારકાધીશ ભગવાનનું મંદિર તેમજ બાર જયોતીલીંગ પૈકીનું નાગેશ્ર્વર જયોતીલીંગ હાલારમાં છે. આ ઉપરાંત બ્લુ ફ્લેગ, સીગ્નેચર બ્રીજ સાથે જોડાઈ ગયેલ બેટદ્દારકાના સુપ્રસિધ્ધ મંદિરો અને શીવરાજપુર બીચ પણ છે. જયાં દર વર્ષે સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ ભારત ભરમાંથી અને વિદેશો માંથી લાખોની સંખ્યામાં શ્રઘ્ધાળઓ-યાત્રાળઓ આવે છે તેમના માટે રેલ્વેની સુવિધા ઝડપી, સલામત અને શ્રેષ્ઠ બની રહેશે.
પર્યાવરણનું સંતુલન પણ જાળવવામાં આ વિકાસ કામ અગત્યનું બની રહેશે. જેનાથી ૧૪ કરોડ કિલો જેટલા કાર્બન ડાયોકસાઈડની અસર ઘટી જશે. જે માટે આપણે કદાચ પ ૮ લાખ વૃક્ષો વાવીને ઉછેરવા પડે. દર વર્ષે અંદાજે ૩ કરોડ લીટર ડીઝલની બચત થશે અને સૌથી મહત્વની બાબત એ છે કે દર વર્ષે માલ પરીવહન અને લોજીસ્ટીક ખર્ચમાં રૂ.૩૧૧ કરોડની બચત થશે. એકંદરે બીજા શબ્દોમાં આ ઈલેકટ્રીકીકેશનનો અને ડબલ ટ્રેકનો જંગી ખર્ચ માત્ર ગણતરીના વર્ષોમાં જ સરભર થઈ જશે.