પ્રભાસપાટણ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રમ જ્યોતિર્લિંગની ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૧ મી મેના રોજ ’સોમના અમૃત પર્વ’માં સહભાગી વા આવવાના છે, ત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વરિષ્ઠ અધિકારીઓ સો બેઠક કરી કાર્યક્રમની તૈયારીઓની વિશદ્ ચર્ચા કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો.કૃષિ મંત્રીએ સાગર દર્શન ખાતે યોજાયેલી બેઠકમાં ’સોમના અમૃત પર્વ’ અંતર્ગત અને વડાપ્રધાનના આગમન સમયે અને પૂર્વ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી. કૃષિ મંત્રીએ વડાપ્રધાનના રોડ શો દરમિયાનની તૈયારીઓ, બેરીકેટિંગ સહિતની વ્યવસઓ તેમજ સોમના મંદિર પરિસરની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો, સૂર્યકિરણ એર શો, સહિતની તમામ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી કાર્યક્રમના સુચારુ આયોજન માટે જરૂરી ચર્ચા કરી હતી.સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ યા પછી કૃષિ મંત્રીશ્રીએ વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ સ્ળોની મુલાકાત લઈ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.
ઉલ્ખલેનીય છે કે ’સોમના અમૃત પર્વ’ અંતર્ગત તા.૧૧ મે ના રોજ રોડ શો, જાહેર સભા, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મંદિરમાં અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અગ્ર સચિવ અશ્વિની કુમાર, સચિવ રાહુલ ગુપ્તા, ટ્રાન્સપોર્ટ કમિશનર ડો.રાજેન્દ્ર કુમાર, કમિશનર આલોકકુમાર પાંડે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, કલેકટર એન.વી.ઉપાધ્યાય, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, અગ્રણી ડો.સંજય પરમાર, દેવાભાઈ માલમ અને સોમના ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત તા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.