જામનગરમાં જલાબાપાનો જય જયકાર: નાત જમણ, મહાઆરતી

  • November 20, 2023 11:14 AM 

કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિતના રાજકીય મહાનુભાવો, સંતો મહંતો અને લોહાણા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોએ પ્રદર્શન ગ્રાઉન્ડ, હાપા જલારામ મંદિર ખાતે યોજાયેલા જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપી: મોટો રોટલો બન્યો આકર્ષણનું કેન્દ્ર: સાશ્ર્વત બ્રાહ્મણ જ્ઞાતિનું ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા: પ્રદર્શન ગ્રાઉન્ડમાં શનિવારે રાત્રે ઓસમાણ મીરનો ભવ્ય લોકડાયરો યોજાયો

જામનગરમાં જલારામ જયંતિ નિમિતે શનિ અને રવિવારે જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા જય જલીયાણના નાદ સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, શનિવારે રાત્રે મોર બની થનગાટ કરેના ગીતથી સમગ્ર ભારતભરમાં પ્રસિઘ્ધ થયેલા કલાકાર ઓસમાણ મીરે રંગત જમાવીને શ્રોતાઓને ખુશખુશાલ કરી દીધા હતાં જયારે રવિવારે સાશ્ર્વત બ્રાહ્મણ જ્ઞાતિનું ભોજન, લોહાણા જ્ઞાતિનું નાત જમણ અને હાપા ખાતે પૂ.જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે મહાઆરતી યોજાઇ હતી જેમાં સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, જ્ઞાતિજનો સહિતના લોકો હાજર રહ્યા હતાં, આ કાર્યક્રમમાં મોટો રોટલો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને શનિ-રવિમાં જામનગરમાં જલા બાપાનો જય જયકાર બોલાવવામાં આવ્યો હતો.
શનિવારે રાત્રે પ્રદર્શન મેદાનમાં જાણીતા લોકગાયક ઓસમાણ મીરના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો મન મુકીને નાચ્યા હતાં, ઓસમાણ મીરના ગરબાએ ભારે રંગ જમાવ્યો હતો અને સાંસદ પૂનમબેન માડમ, મેયર, ડે.મેયર તથા લોહાણા સમાજના અગ્રણીઓ સહિત લોકો મન મુકીને નાચ્યા હતાં, ભગવાન શંકરની પણ કેટલીક સ્તુતીઓ, શ્રીનાથજીની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.
જલારામ જયંતિ નિમિતે પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલા લોકડાયરો, નાત જમણ તેમજ હાપા જલારામ મંદિરમાં યોજાયેલ મહાઆરતી અને મહાપ્રસાદના જુદા-જુદા કાર્યક્રમોમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં જેમાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદ ખીમસુરીયા, જિલ્લા કલેકટર બીજલ શાહ, સ્વામીનારાયણ સંપ્રદાયના મહંત પૂ.ચત્રભુજદાસજી, પ્રણામી સંપ્રદાયના પૂ.લક્ષ્મણદાસજી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપના શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, દ્વારકા જિલ્લાના ભાજપના પ્રમુખ મયુરભાઇ ગઢવી, સ્ટે.કમિટીના ચેરમેન નીલેશ કગથરા, લોહાણા જ્ઞાતિના પ્રમુખ જીતુભાઇ લાલ, અશોક લાલ, શાસક પક્ષના નેતા આશીષ જોશી, દંડક કેતન નાખવા, ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ સુખપરીયા, ચેતનભાઇ માધવાણી, વિપુલભાઇ કોટક, ગોવા શીપ યાર્ડના ડાયરેકટર હસમુખભાઇ હીંડોચા, રમેશભાઇ દતાણી, ભાવીનભાઇ ભોજાણી, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ, જ્ઞાતિના આગેવાનો, રાજકીય કાર્યકરો હાજર રહ્યા હતાં.
હાપા ખાતે સંત શીરોમણી પૂ.જલારામ જયંતિ નિમિતે મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં અસંખ્ય લોકોએ ભાગ લઇને જય જલારામનો નાદ બોલાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતભાઇ કાનાબાર, મનોજ અમલાણી, ભરતભાઇ મોદી અનિલભાઇ ગોકાણી, રાજેશભાઇ કોટેચા, રાજુભાઇ હીંડોચા, રાજુભાઇ મારફતીયા, નિલેશભાઇ ઠકરાર, અતુલભાઇ પોપટ, મનીષભાઇ તન્ના, મધુભાઇ પાબારી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application