એગ્રો પ્રોડકટની કંપનીના મેનેજરને જસદણમાં કંપનીના પૂર્વ કર્મચારીએ પાઇપ વડે મારમારી હાથ ભાંગી નાખ્યો હતો. કામગીરી સારી ન હોવાથી નોકરીમાંથી કાઢી મૂકયા બાદ પૂર્વ કર્મચારી પોતાના ટ્રાવેલિંગ અને જમવાના પૈસા અંગે બિલ રજૂ કર્યા ન હોય જે પૈસાનું ચૂકવણું ન થતા તે પૈસાની ઉઘરાણી કરી મેનેજર પર આ હત્પમલો કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના જોધપુરના વતની અને હાલ ગાંધીનગરમાં રહેતા અશોક બંસીલાલ સેન (ઉ.વ ૪૮) દ્રારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગરના ઘોઘામાં રહેતા નિલેશ ડાયાભાઈ ડાંગરનું નામ આપ્યું છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ યુનીવિયા નામની એગ્રો પ્રોડકટ કંપનીમાં રિજનલ મેનેજર તરીકે નોકરી કરે છે તેમની આ કંપનીની હેડ ઓફિસ અમદાવાદમાં છે અને તેઓ ગુજરાતના અલગ–અલગ જિલ્લા ઉપરાંત રાજસ્થાનમાં એગ્રો પ્રોડકટ નું વેચાણ કરે છે. કંપનીમાં અગાઉ નિલેશ ડાંગર નોકરી કરતો હતો અને અમરેલી જિલ્લાની કામગીરી સંભાળતો હતો પરંતુ તેની કામગીરી સારી ન હોવાથી એક માસ પૂર્વે તેને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો.
દરમિયાન ગત તારીખ ૧૦૯ ના રોજ ફરિયાદી અમદાવાદથી કાર લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં એગ્રોની અલગ–અલગ દુકાને પ્રોડકટના વેચાણ માટે આવ્યા હતા. ત્યારબાદ ગોંડલ રોકાયા હતા અને બીજા દિવસે સવારે જસદણ આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન અહીં જસદણમાં બપોરના સમયે બ્લેક કલરની કાર લઈ નિલેશ ડાંગર આવ્યો હતો અને તે ફરિયાદીને ગાળો આપવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા ગાડીમાંથી લોખંડનો પાઇપ લઇ આવી પાઇપના ઘા ફટકારવા લાગ્યો હતો. બાદમાં વેપારી તથા અન્ય લોકો આવી જતા ફરિયાદીને વધુ મારામાંથી બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને હાથમાં ફ્રેકચર થઈ ગયું હોવાનું માલુમ પડું હતું.
ફરિયાદી વધુમાં જણાવ્યું હતું કે,નિલેશ ડાંગર અગાઉ કંપનીમાં કામ કરતો હતો પરંતુ તેની કામગીરી સારી ન હોવાથી છુટા કરી દીધા બાદ તે ટ્રાવેલિંગ એલાઉન્સ અને જમવા માટેના એલાઉન્સના પૈસા માંગતો હોય પરંતુ તેના બિલ રજૂ કર્યા ન હોય જેથી કંપનીના નિયમ મુજબ આ પૈસા તેને ચૂકવવામાં આવ્યા ન હતા. જેથી તે બાબતનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે મેનેજરની ફરિયાદ પરથી જસદણ પોલીસે આરોપી સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech