સનાતન ધર્મના લોકો જેની ૫૦૦ વર્ષથી રાહ જોતા હતા તે પળનો આજથી ૩ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અયોઘ્યામાં રામ મંદિરનું નિમાર્ણ કરવામાં આવ્યુ હતું અને ગઇકાલે રામલલ્લાના મંદિરને બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં પ્રવેશ થયો છે.
વર્ષગાંઠ નિમિતે દેશભરમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયુ હતું, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના કાર્યક્રમો દેશભરમાં યોજાયા હતા, જયારે જામનગરમાં પણ રામભકતો દ્વારા ઘણા મંદિરોમાં મહાઆરતી, મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો તેમજ દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં પણ રામભકતો દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ઠાકર ડીલકસ પાનના ઇન્દ્રજીતસિંહ, સંજયસિંહ અને નરેશસિંહ દ્વારા ૧૨૧૨૧૨ પાનનું પ્રસાદ રૂપે નિ:શુલ્ક વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી તેમજ થર્ટી ફર્સ્ટની ઉજવણીને ટાળીને અયોઘ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માટે લોકોને સંદેશ પાઠવવામાં આવ્યો હોત, ઉપરાંત મુરલીધર હોટલના રવાભાઇ, રાજુભાઇ, મેઘાભાઇ બોરસીયા દ્વારા તમામ રામભકતોને પ્રસાદી રૂપે ચાનું વિતરણ કરાયુ હતું.

તે જ રીતે હિંગળાજ અલ્પાહાર દ્વારા ગાંઠીયા, જલેબી પ્રસાદરૂપે રામભકતોને વિતરણ કરાયુ હતું અને ભવ્ય રીતે જામનગરમાં ગઇકાલે અયોઘ્યા પ્રાણપ્રતિષ્ઠાની વર્ષગાંઠની ઉજવણી કરાઇ હતી જેમાં હજારો રામભકતો પ્રસાદ લેવા માટે ઉમટી પડયા હતા અને ડીજેના તાલે જયશ્રી રામના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application