BREAKING NEWS

અકસ્માત બાદ શરીર કામ ન કરતા ગોંડલના યુવકનો ઝેર પી આપઘાત

  • May 11, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગોંડલમાં ઝેરી દવા પી યુવકે આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે, યુવકનો અકસ્માત થયા બાદ શરીર સાથ આપતું નહોય જેનાથી કંટાળી પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. બનાવની પ્રા વિગત મુજબ ગોંડલના શ્રીનાથજી પાર્કમાં રહેતા કલ્પેશભાઈ છગનભાઈ સિદપરા (ઉ.વ.૪૨)ના યુવકે ગત બપોરે વેરી તળાવ ડેમ પાસે આવેલા સુરેશ્વર મહાદેવ મંદિરે ઝેરી દવા પી લેતા પ્રથમ ગોંડલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને કરતા પોલીસે જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
આપઘાત કરનાર કલ્પેશભાઈ બે ભાઈમાં નાના હતા. સંતાનમાં બે દીકરા છે. અગાઉ હીરા ઘસવાનું કામ કરતા હતા. બે વર્ષ પહેલા બાઈક સ્લીપ થતાં હેમરેજ અને કરોડરુના મણકામાં તેમજ છાતીની પાંસળી ભાંગી ગઈ હોવાથી જુદા જુદા ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા. પરંતુ ઓપરેશન બાદ શરીર સાથ આપતું ન હોય આથી કંટાળીને આ પગલું ભરી લીધું હોવાનું તપાસમાં ખુલ્યું છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application