BREAKING NEWS

રાજકોટ–વેરાવળ વચ્ચે વધુ ટ્રેનો શરૂ કરવા ગોંડલ ચેમ્બરની પીએમનેે રજૂઆત

  • May 08, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્રના મહત્વના ગણાતા રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને સોમનાથ જેવા જિલ્લ ાઓમાં વસતીના ભારણને ધ્યાનમાં રાખીને રેલવે સુવિધા વધારવા માટે ગોંડલ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર પ્રમુખ મનસુખભાઈ સખીયા , ઉપપ્રમુખ મનિષભાઈ સોજીત્રા, સિક્રેટરી ચંદ્રકાંતભાઈ પટેલ અને યોગેન્દ્રભાઈ જોશી દ્રારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ ટ પર ચાલતી લોકલ ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે સ્ટેશનો પર લોકોના ટોળેટોળા ઉમટે છે અને ધક્કામુક્કીને કારણે ઘણા મુસાફરો ટ્રેનમાં ચઢી પણ શકતા નથી. આ ટ્રેનોમાં ખાસ કરીને મજૂરો, નોકરિયાત વર્ગ અને વેપારીઓ મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે, જેમને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રજૂઆતમાં મુખ્યત્વે મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે કે  વર્ષ ૨૦૨૧માં કોરોના મહામારી દરમિયાન બધં કરવામાં આવેલી બે ટ્રેનો તાત્કાલિક ફરી શ કરવામાં આવે. હાલમાં દોડતી ટ્રેનોમાં ડબ્બાઓ (બોગી) ની સંખ્યા વધારવી જેથી ભીડ ઓછી થઈ શકે. જૂનાગઢથી રાજકોટ વચ્ચે નવી ૧ મેમુ ટ્રેન શ કરવામાં આવે.
આ બાબતે વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રેલવે મંત્રી, ડીઆરએમ ભાવનગર અને ડીઆરએમ રાજકોટને પણ લેખિતમાં રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application