મોમોઝના વધુ પડતા સેવનથી બાળકીનું લીવર ફેલ થઇ ગયું, માંડ માંડ જીવ બચ્યો
મોમોઝના વધુ પડતા સેવનથી બાળકીનું લીવર ફેલ થઇ ગયું, માંડ માંડ જીવ બચ્યો
April 18, 2026 01:50 PM
જીભ માટે જે અત્યતં સ્વાદીષ્ટ્ર છે તે શરીર માટે ગુણકારી હોતું નથી, ખાસ કરીને જંકફડ. તાજેતરમાં જ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં નવી દિલ્હીમાં રહેતી ૧૦ વર્ષની માસુમ બાળકીનું મોમોના વધુ પડતા સેવનથી લીવર ફેલ થઈ ગયું હતું. તેની યાદશકિત ઓછી થઈ ગઈ અને ચાલવામાં તકલીફ પડવા લાગી હતી. તેના મગજમાં સોજો આવી ગયો હતો. આવા લક્ષણો દેખાતા બાળકીના માતા પિતા એને હોસ્પિટલ લઈ ગયા ત્યારે સ્થિતિની ભયાનકતા સામે આવી હતી અને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી. તપાસમાં લીવર ફેલ્યોર હોવાનું બહાર આવ્યું. મગજમાં સોજો શરીરમાં રહેલા ઝેરી પદાર્થેાને કારણે થયો હતોપ્લામાફેરેસિસથી તેનો જીવ બચાવી લેવાયો હતો. બાળકીના માતાપિતા બંને કામ કરે છે. યારે તેઓ કામને કારણે ઘરે ન હોય, ત્યારે છોકરી તેના દાદા પાસેથી પૈસા ઉછીના લઈને મોમોઝ ખરીદતી અને તેને સ્વાદથી ખાતી. પ્લામાફેરેસિસ દ્રારા તેનો જીવ બચાવ્યા પછી, તેણે હવે મોમોઝ ખાવાનું છોડી દીધું છે.ડોકટરોએ શઆતમાં યકૃત પ્રત્યારોપણની સલાહ આપી હતી, પરંતુ પછી વિશેષ પદ્ધતિ દ્રારા સારવાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પ્લામા ફેરેસિસ નામની પ્રક્રિયા દ્રારા શરીરમાંથી દૂષિત પ્લામા કાઢીને સ્વચ્છ પ્લામા આપવામાં આવ્યું, જેના કારણે યકૃતને ફરી કાર્ય કરવા મદદ મળી અને બાળકીનો જીવ બચી ગયો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શરીરમાં ઝેરી તત્વો વધી જતા તેના મગજમાં પણ સોજો આવ્યો હતો. પરિણામે બાળકી યાદશકિત ગુમાવતી હતી અને ચાલવામાં પણ અસમર્થ બની ગઈ હતી.ડોકટરોનું કહેવું છે કે આજકાલ બાળકોમાં અયોગ્ય ખોરાક અને શારીરિક પ્રવૃત્તિના અભાવે યકૃત સંબંધિત બીમારીઓ વધતી જાય છે. ખાસ કરીને જકં ખોરાકનો વધુ ઉપયોગ આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે