અમરેલી જિલ્લાના બાબરામાં પાણીના તળ ઐંચા લાવવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્રારા જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. રાયના ઉર્જામંત્રી કૌશિક વેકરીયાના વિશેષ સહયોગ અને ધારાસભ્ય જનક તળાવીયાના માર્ગદર્શન હેઠળ આ લોકકલ્યાણનું કાર્ય વેગ પકડી રહ્યું છે. હાલમાં અમરેલી જીલ્લ ાના ૧૬૦ જેટલા ગામોના વિકાસ માટે એક જળસંચય અભિયાન ચાલી રહ્યું છે, જેમાં વિવિધ ગામના જૂના ચેકડેમોનું રિપેરિંગ અને તેને ઐંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, વોકળાઓ પર નાના પાળા બાંધીને વરસાદી પાણીને વહી જતું અટકાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જેના કારણે ગામના સીમ વિસ્તારમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા નોંધપાત્ર રીતે હળવી થશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્રારા અત્યાર સુધીમાં ૯,૦૦૦થી વધુ જળ સ્ટ્રકચરોનું નિર્માણ સંપન્ન કરવામાં આવ્યું છે.હાલમાં બાબરા તાલુકાના ગામોમાં હિટાચી મશીનો દ્રારા ચેકડેમોની સંગ્રહ ક્ષમતા વધારવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ તકે ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, જળસંચય એ આવનારી પેઢી માટેની સૌથી મોટી મૂડી છે અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આ દિશામાં પ્રશંસનીય ઉદાહરણ પૂં પાડી રહ્યું છે