BREAKING NEWS

ગુજરાતમાં ગરબા આયોજકો પર GST ત્રાટક્યું, અમદાવાદમાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવીના ગરબામાં અને સુરતમાં સુવર્ણ નવરાત્રિમાં દરોડા

  • September 30, 2025 06:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ગરબા આયોજકો પર જીએસટી ત્રાટક્યું છે. અમદાવાદ અને સુરતમાં 10થી વધુ ગરબા આયોજક પર જીએસટીએ દરોડા પાડ્યાનું જાણવા મળ્યું છે. આથી અન્ય ગરબા આયોજકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. 


જીએસટીની 10 ટીમ રેડમાં જોડાઈ

મળતી માહિતી મુજબ, અમદાવાદ અને સુરતના ગરબા આયોજકો પર જીએસટીએ દરોડા પાડ્યા છે. જેમાં જીએસટીની 10 ટીમ આ કાર્યવાહીમાં જોડાઈ છે. અમદાવાદમાં  આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબામાં રેડ પાડવામાં આવી છે. અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં આ રેડ પાડવામાં આવી છે. જેને પગલે મોટા આયોજકોમાં ફફડાટ ફેલાયો છે. બ્લેકમાં વેચાતા પાસને લઈ જીએસટી વિભાગે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application